જાફરાબાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભામાં કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા

777

જાફરાબાદ ખાતે વિજયભાઇ રૂપાણીની જંગી જાહેસભામાં ૫૦૦૦ ઉપરાંત જનમેદનીનો મહાસાગર ઉભરાયો નારણભાઇ કાછડીયા અમરેલી બેઠક પરથી જંગી બહુમતીથી જીતાડી રાષ્ટ્રહીત સૌ ભાગીદાર બનો કારણ કોંગ્રેસના ઘોષણા પત્રમાં ભારત દેશ વિરોધી અને આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનું ઘોષણા પત્ર જાહેર કર્યું  જે આ દેશ માટે ફોજી જવાનો જાનની બાજી લગાવી દેશની સુરક્ષા કરે છે. તેની ઉપર પણ એક્શન લેવાશે અને આતંકવાદીઓ માટે રાષ્ટ્રદ્રોહનો કાયદો કાઢી નાંખશે તો આ દેશને શું પાકિસ્તાન બનાવવો છે ? પણ આ દેશનો ચોકીદારબનીને અડીખમ ઉભો છું  જેમા આ દેશની તિજોરી પર કોંગ્રેસનો પંજો નહીં પડવા દઉં પણ તે નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવા અમરેલીથી એક કમળનું ફુલ દિલ્હી મોકલવાનું  છે. તેવા કોંગ્રેસ પર ચાબખા માર્યા આ જંગી જાહેરસભાને સફળ બનાવવા માટે હિરાભાઇ સોલંકી દ્વારા રાજુલા જાફરાબાદ ખાંભાની ઇતિહાસિક  જનમેદનીનો મહાસાગર ઉભરાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, ચેતનભાઇ શિયાળ, મહામંત્રી વિ.વિ.વઘાસીયા, મહામંત્રી રવુભાઇ ખુમાણ, ખારવા સમાજના અગ્રણી ભગુભાઇ સોલંકી, રાજુલા ભાજપ પ્રમુખ ભોળાભાઇ લાડુમોર, કાતર દરબાર દાદ બાપુ વરૂ, કનુભાઇ વરૂ, કમલેશભાઇ મકવાણા, વિરભદ્રભાઇ ડાભીયા, પ્રતાપભાઇ મકવાણા, કનુભાઇ ઘાખડા વાવેરા, સાગરભાઇ સરવૈયા, મહેન્દ્રભાઇ ધાખડા, ટીંબી વિસ્તાર વઢેરા, બલાણા, રોહીસા, ધારાબંદર, ચિત્રાસર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપાકિસ્તાનથી મુક્ત થયેલા ૯૭ માછીમારો વેરાવળથી માદરે વતન જવા રવાના થયા
Next articleશહેરમાં મતદાર જાગૃતિ નાટક