હું હોલિવૂડમાં જવાની આશા રાખુ છું : આલિયા

0
155

અભિનેત્રી આલિયા ભટ્ટે સાત વર્ષમાં પોતાને એક પાવરફુલ અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી લીધા છે. હાલ તે મોટા નિર્માતાઓની સાથે કામ કરી રહી છે, તે સિવાય તે જલદી બાહુબલી ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ઇઇઇમાં નજરે પડવાની છે. જેમા જુનિયર એનટીઆર, રામચરણ તેજા મુખ્ય પાત્ર ભજવતા નજરે પડશે. આલિયા ભટ્ટે કહ્યું કે જો કોઇ સારી ઓફર મળશે તો તે હોલીવુડમાં પણ કામ કરવાનું પસંદ કરશે.

પ્રિયંકા અને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રી બોલીવુડની સાથે હોલીવુડમાં પણ તેની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે. એવામાં આલિયાએ પણ હોલીવુડમાં જવાની ઇચ્ચા રાખે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન આલિયાએ કહ્યું કે કોઇપણ નવી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવું મુશ્કેલ હોય છે. તેને કહ્યું કે હુ એક દિવસ અને જલદી જ હોલીવુડમાં જવાની આશા રાખું છું. કોઇપણ નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવુ સહેલું નથી હોતું જેટલું આપણે વિચારીએ છીએ. જેના માટે વધારે સમય લાગશે અને મને વધારે કામ કરવું પડશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ હાલ કલંક ફિલ્મના પ્રોમશન કરવામાં વ્યસ્ત છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. તેમાં વરુણ ધવન, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત, માધુરી દીક્ષિત, કૃણાલ ખેમુ જેવા અભિનેતા નજરે પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here