સંજય દત્ત અને માધુરી દીક્ષિત એકબીજાને સર અને મેમ કહીને બોલાવે છે..!!

0
272

બોલીવુડ સ્ટાર સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી લાંબા સમય બાદ ફિલ્મ કલંકમાં નજરે પડવાની છે. આ ફિલ્મના પ્રમોશનમાં આખી ટીમ કામે લાગી છે. થોડાક દિવસ પહેલા કલંકનું ટીઝર લોન્ચ ઇવેન્ટ પર સંજય દત્ત અને માધુરી દીક્ષિત સાથે નજરે પડ્યા. અંહી જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યા તો બન્ને સ્ટાર એકબીજાને સર અને મેમ કહેતા નજરે પડ્યા. આ સર અને મેમ બોલાવવા પાછળ શુ રાજ છે તેનો ખુલાસો હાલમાં માધુરી દીક્ષિતે કર્યો.

માધુરી દીક્ષિતએ કહ્યું કે અમે બન્ને ઘણા સમય બાદ એક સાથે કામ કરી રહ્યા છીએ. પરંતુ સર અને મેમ બોલાવવા પાછળનું રાજ છે એક બીજાને હેરાન કરવા. અમે બન્ને તે સંજૂ બાબાની હેરાન કરવા માટે તેમને સર કહીએ છીએ. હવે સંજયને કોઇ હેરાન કરશે તો તેને કેવી રીતે જવા દઇએ,. તેના જવાબમાં માધુરી દીક્ષિતને ‘મેમ’ બોલાવે છે. આ વાતનો ખુલાસો વરુણ ધવનને કલંક ટીઝર લોન્ચ પર કર્યો હતો કે સંજય સર સેટ પર માધુરીજીને મેમ બોલાવતા હતા.

માધુરી સાથે કામ કરવા અંગે સંજય દત્તે જણાવ્યું કે આ મારું સૌભાગ્ય છે. અમે સેટ પર બાળકો અંગે અને તેમની સ્કુલ અંગે વાત કરતા હતા. સાથે કામ કરવાનો અનુભવ ખૂ સારો રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here