અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વડોદરામાં મતદાન જાગૃતતા રેલી યોજાઈ

0
263

દેશમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વડોદરામાં મતદાન જાગૃતતા રેલી યોજાઈ હતી. માંડવીથી શરૂ થયેલી રેલીમાં ૨૦૦થી વધુ સંસ્થાઓના લોકો જોડાયા. રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માંડવીથી શરૂ થઈ રેલી કલેકટર કચેરી સુધી પહોચી હતી. ઢોલ નગારા અને ડીજેના તાલે યોજાયેલી રેલીમાં વડોદરાના કલાકારો, તબીબો, વકીલો, વિવિધ એનજીઓ અને સંસ્થાના લોકો, સ્કેટીંગ કરનાર બાળકો, મહિલાઓ, યુવતીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં લોકો મતદાન મહાદા, મત કરવો સૌનો અધિકાર, મારો મત વડોદરાનો મત જેવા સૂત્રોચ્ચાર કરી હાથમાં પ્લેકાર્ડ લઈ નીકળ્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, વડોદરામાં દેશમાં સૌથી વધુ મતદાન કરવાનો રેકોર્ડ બનાવીશું. રેલીમાં યુવતીઓ સુસજ્જ વસ્ત્રોમાં આવી હતી. વડોદરાના કલાકાર યુવતીઓએ પણ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. સાથે જ કિન્નર સમાજના લોકો પણ રેલીમાં જોડાયા જેમને તમામ સમાજના લોકો મતદાન કરવા મોટી સંખ્યામાં નીકળે તેવો સંદેશો આપ્યો હતો.

આ રેલીમાં આર્મીના પૂર્વ જવાનો અને પરિવારના સભ્યો પણ જોડાયા હતા. વિધાનસભાના અધ્યક્ષ, જીલ્લા ચૂંટણી અધિકારી સહિત તમામ લોકો વડોદરામાં મતદાનની ટકાવારી વધે તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે શું ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડોદરા ૨૦૧૪ના મતદાન ટકાવારીનો રેકોર્ડ તોડશે કે કેમ તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here