સિહોરમાં રામનવમીની શોભાયાત્રા

0
176

આજરોજ પવિત્ર રામનવમી મહાપર્વ શિહોર વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગદળ આયોજીત શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. રામનવમી નિમિત્તે સવારમાં ૯-૩૦ કલાકે પૂ.પાબુજી મહારાજના મંદિરથી ધામધૂમ પૂર્વક બેન્ડવાજા ભજન મંડળી તેમજ અખાડા અને જુદા જુદા ફ્લોટ સાથે પ્રસ્થાન કર્યું હતું. આ શોભાયાત્રા સ્ટેશ રોડ, વડલા ચોક, ભૂતા હોસ્પીટલ પંચમખા મહાદેવ, હેરાન ચોક, વોરા બજાર, દાણાપીઠ, મોટા ખારાકુવા ચોક, વખરવાળા ચોક, શાકમાર્કેટ, તમાકુ બજાર, કંસારા બજાર, સુરકા દરવાજા નદીના રસ્તે, ટાણા ચોકડી, બસ સ્ટેન્ડ, વડલા ચોક, સ્ટેશન રોડ થઇ પૂ.પાબુજી મહારાજના મંદિરે વિશ્રામ લીધો હતો. આ ધર્મ કાર્યમાં શિહોર શહેર તાલુકાની ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here