વાવાઝોડા અને વરસાદને પગલે ૪ બસોનો અકસ્માત, બસ પલટી મારતા ૧ મહિલાનું મોત

3390

પાલનપુર-મહેસાણા હાઈવે પર આવેલા સિધ્ધપુરના બ્રાહ્મણવાડા પાસે ૪ બસોનો અકસ્માત સર્જાયો હતો. વાવાઝોડું અને વરસાદને પગલે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ પલટી મારતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ૧૫થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ગાડીઓની લાઈનો લાગી હતી.

રાજ્યમાં અત્યારે અનેક ઠેકાણે ભાર પવન અને વીજળીનાં કડાકાઓ સાથે વરસાદે માઝા મુકી છે. કમોસમી વરસાદનાં કારણે એક તરફ ગરમીમાં રાહત મળી છે તો બીજી તરફ પાકને નુકસાન થવાની પણ ભીતી છે. વરસાદ પડે તે પહેલા અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને જોરદાર પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરીઓનાં કારણે કારણે એક સાથે ૩ બસ ટકરાઈ હતી. તો આ દરમિયાન સિદ્ધપુર-ઊંઝા હાઇવે પાસે એક સાથે ૩ બસ ટકરાતા અકસ્માત સર્જાયો છે.

આ ઉપરાંત બ્રાહ્મણવાડા પાસે જી્‌ બસ અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ૧ વ્યક્તિનું મોત થયું છે અને ૨૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે ૧૦૮માં ઊંઝા કોટેજમાં ખસેડવા માં આવ્યા છે. કેટલાક મુસાફરોને મહેસાણા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. રાજ્યમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ફૂંકાઇ રહી છે જેના કારણે લૉ વિઝિબિલિટી હોવાના કારણે અકસ્માતનાં આ બનાવ બન્યા છે. ધૂંધળા વાતાવરણનાં કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

Previous articleસિવીલ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં પાણી ભરાયા : ભ્રષ્ટાચારની આશંકા
Next articleઅતિથિ ગેસ્ટહાઉસમાં ક્રિકેટસટ્ટો રમાડતાં ત્રણ ઝડપાયા