ઋષિવંશી સમાજ દ્વારા ગાંધીનગર ખાતેથી લીંબચધામ પાટણથી શોભાયાત્રા નીકળી

675

પાટણ ખાતે  સૌ પ્રથમ ઐતિહાસીક  રીતે ગુજરાત રાજ્ય વાળંદ સમાજ ની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંઘ દ્વારા માં લિબંચ ના તમામ યાત્રીઓ ની શાહી સવારી  રીતે પુરા ઠાઠમાઠ થી  ૧૧૧ વાહનોના કાફલા સાથે ઋષિ વંશી સમાજ સેવા સંઘ ની ટી શર્ટ પહેરેલ  ખુલ્લી જીપ ને સૌનેરી ગાડી વાળો રથ સાથે વાહનોનો લાંબો કાફલો ઋષિ વંશી સમાજ સેવા સંઘ ના સ્થાપક હેમરાજ ભાઈ પાડલીયા ના નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે થી સ્વયંભુ  માં લિબંચ ના મંદિરે થી ૧૧૧ ગાડીઓ ના કાફલા ના ભાવિક ભક્તો એ શ્રી માં લિબંચ ની  સેવા પુજા અર્ચના ને આરતી કરી યાત્રા માં શ્રી લિબંચ ના ધામ પાટણ તરફ પ્રણાય કરી હતી ને આ યાત્રા નક્કી કર્યા મુજબ વિસામો રૂટ ઉપર થી પસાર થઇ હતી ને આ વિસામા રૂટ ઉપર સમાજ ના જ્ઞાતિ બંધુઓ દ્વારા  તેમજ મહેસાણા ખાતે નાઈ એકતા સમાજ ના ધવલભાઈ નાઈ ઉપરાંત ઠેર ઠેર શોભાયાત્રા ને ગુજરાત રાજ્ય વાળંદ સમાજ ની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંઘ ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા નુ જે સ્વાગત કરાતું હતું ભાવિક ભક્તો માટે ઠેરઠેર ઠંડા પીણા ને ઠંડા પાણીની બોટલો તેમજ કોલ્ડડ્રીક ને નાસ્તો જોઇએ તેટલા પ્રમાણમાં પણ  જ્ઞાતિ બંધુઓ દ્વારા પુરેપુરો ભાતૃભાવ રીતસર દેખાતો હતો ને એકબીજા સાથે હષૅભેર રીતે મળતા હતા . શાહી શોભાયાત્રા ૧૧૧ ગાડીઓ ના કાફલા સાથે ઢોલ નગારા ને બેન્ડવાજા સાથે પાટણ ધામમાં પહોંચી ત્યારે ભરબજારમાં આસપાસ ના દૂકાનદારો રાહદારીઓ માં લિબંચ ના મંદિર પહોંચ્યા શૌભા યાત્રા નોકાફલો ભરબજારે વાજતે ગાજતે ને રમતા ઝુમતા માતાઓ બહેન દીકરીઓ ને ભાવિક ભક્તો સાથે મંદિરપહોંચીયો  અને માં ની પુજા અર્ચના આરતી ને મંદિરે દર્શન કરી ધજા ચડાવી હતી ને ત્યાર બાદ સૌઐ મહાપ્રસાદ લીધો હતો.

Previous articleઆસરાણા ચોકડી નજીક આઇસર ટેમ્પાએ છોટા હાથીને અડફેટે લેતા ૧ યુવાનનું મોત
Next articleતળાજા-મહુવા હાઇ-વે પરની હોટલ પાછળ ટેન્કરમાંથી સીમેન્ટની ઉઠાંતરીનું રેકેટ ઝડપાયું