અમારી ટીમમાં ૧૧ નંબર સુધી મેચવિનર છેઃ ડેલ સ્ટેન

537

વર્ષો પહેલાં એવું થતું હતું કે દક્ષિણ આફ્રીકા ક્રિકેટ વર્લ્ડ કપ રમવા જઇ રહ્યું છે, પરંતુ તેને કોઇ ચેમ્પિયન બનવાનું દાવેદાર ગણી રહ્યું નથી. એવું નથી કે દક્ષિણ આફ્રીકાની ટીમ નબળી છે, પરંતુ જ્યારથી એબી ડિવિલિયર્સે સંન્યાસ લીધો છે, ત્યારથી આ ટીમનું એક્સ ફેક્ટર નિકળી ગયું છે. ટીમના સુપરસ્ટાર બોલર ડેલ સ્ટેનનું માનવું કંઇક અલગ છે. દુનિયાના બેટ્‌સમેનોમાં ખૌદ પેદા કરનાર આ બોલરે કહ્યું કે તેમની ટીમમાં એકથી એક માંડીને ૧૧ નંબર સુધી મેચ વિનર છે.

આઇપીએલમાં બેંગલુરૂ ટીમ સાથે કરાર કરનાર ડેલ સ્ટેને કહ્યું ’મને લાગતું નથી કે દક્ષિણ આફ્રીકાના બે-અઢી વર્ષમાં કોઇ વનડે સીરીઝ હાર્યું છે. તેમ છતાં અમે કોઇ જીતનો દાવેદાર ગણી રહ્યું નથી તો કોઇ શું કરી શકે છે. પરંતુ એટલું નક્કી કર્યું છે કે અમે જીતની આશા સાથે વિશ્વકપમાં ઉતરી રહ્યા છીએ. જો તમે જીતની આશા સાથે આવી રહ્યા નથી તો તમારે જવું પણ ન જોઇએ. દક્ષિણ આફ્રીકાએ અત્યારે વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી.  ડેલ સ્ટેને એ પણ કહ્યું કે વર્લ્ડકપમાં રેકિંગની વધુ અસર થવાની નથી. જે પણ ટીમ ઇગ્લેંડની પરિસ્થિતિઓમાં જલદી ઢળશે, તે જીતની મોટી દાવેદાર હશે. ૩૫ વર્ષના ડેલ સ્ટેનનું આ અંતિમ વર્લ્ડ કપ હશે. તેમણે બે વર્લ્ડકપમાં ૧૪ મેચો રમ્યા છે અને તેમાં ૨૩ વિકેટ લીધી છે. વર્ષ ૨૦૧૧માં રમાયેલા વર્લ્ડકપમાં તેમણે ભારત વિરૂદ્ધ પાંચ વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રીકાએ તે મેચ ત્રણ વિકેટે ઝડપી જીતી હતી.

Previous articleશ્રીલંકાએ જાહેર કરી વર્લ્ડ કપ માટેની ટીમ, કરુણારત્ને સુકાનપદ સંભાળશે
Next articleઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને IPL છોડી દેશ પરત ફરવા કર્યો આદેશ