બીજા તબક્કામાં ૬૧.૧૨% મતદાન

538

લોકસભા ચૂંટણી ૨૦૧૯ હેઠળ બીજા તબક્કાનું આજે (૧૮ એપ્રીલ) મતદાન યોજાયું હતુ. તેમાં ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ૯૫ લોકસભા સીટો માટે મતદાન થયું હતું. તો ઓવરઓલ મતદાન ૬૧.૧૨ ટકા નોંધાયુ હતુ. ૧૧ એપ્રીલે ૯૧ સીટો પર થયેલા પહેલા તબક્કાનાં મતદાનમાં ૬૯.૪૩ ટકા મતદાન થયું હતું. આસામમાં ૭૩.૩૨ ટકા મતદાન થયું છે. બિહારમાં ૫૮.૧૪ ટકા મતદાન નોંધાયું છે. છત્તીસગઢમાં ૬૮.૭૦ ટકા મતદાન નોંધાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ૪૩.૩૭ ટકા મતદાન નોંધાયું છે.

કર્ણાટકમાં ૬૧.૮૦ ટકા મતદાન નોંધાયું. મહારાષ્ટ્રમાં ૫૫.૩૭ ટકા, મણિપુરમાં ૭૪.૬૯ ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત ઓરિસ્સામાં ૫૭.૪૧ ટકા, તમિલનાડુમાં ૬૧.૫૨ ટકા મતદાન નોંધાયું છે. ઉત્તરપ્રદેશમાં ૫૮.૧૨ ટકા મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં ૭૫.૨૭ ટકા મતદાન નોંધાયું છે. પુડુચેરીમાં ૭૨.૪૦ ટકા મતદાન નોંધાયું છે.

ચોપડામાં તૃણમૂલ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારા મારી થઈ હતી. આ દરમિયાન એક પોલિંગ બુથ પર ઈવીએમ પણ તોડી દેવામાં આવ્યું હતું. બીજી બાજુ ઓરિસ્સાના ગંજામમાં વોટિંગ કરવા માટે લાઈનમાં ઉભા રહેલા ૯૫ વર્ષના વૃદ્ધનું મોત થઈ ગયું હતું.

બિહારના બાંકામાં કેટલાંક મતદાતાઓએ બીજી વખત વોટિંગનો પ્રયાસ કર્યો. તેઓને રોકવાના પ્રયાસમાં સુરક્ષાકર્મીઓએ હવામાં ફાયરિંગ કર્યું અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી. જેમાં ૬ ગ્રામીણ ઘાયલ થયા.ચૂંટણી પંચ દ્વારા અગાઉ  જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં ૧૩ રાજ્યની ૯૭ સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું ૧૮ એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે.

આ ફેઝમાં યૂપીથી હેમા માલિની, રાજ બબ્બ અને એસપી સિંહ બઘેલ, જ્યારે તમિલનાડુમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના દીકરા કાર્તિ, કનિમોઝી, કર્ણાટકથી વીરપ્પા મોઈલી જેવા કેટલાય વીવીઆઈપી ઉમેદવારોના ભાવિનો ફેંસલો ઇવીએમમાં કેદ થયો છે.

બાકીના તબક્કા ૨૩મી એપ્રિલે, ૨૯મી એપ્રિલે, છઠ્ઠી મે, ૧૨મી મે અને ૧૯મી મેએ મતદાન થશે, યારે મતગણતરી ૨૩મી મેએ યોજાશે.

Previous articleસારે મોદી ચોર બોલી રાહુલ ફરી ફસાયા : માનહાનિ કેસ
Next articleદેશવાસીઓના અતૂટ પ્રેમના લીધે કઠોર નિર્ણય લઇ શક્યા : મોદી