જીમમાં નવા પાર્ટનર સાથે શિલ્પા શેટ્ટી નજરે પડી

0
601

ફિટનેસ ફ્રીકને લઇને હમેંશા સાવધાન રહેલી ખુબસુરત શિલ્પા શેટ્ટીને હવે જીમમાં નવો પાર્ટનર મળી ગયો છે. શિલ્પા શેટ્ટી તેમની સાથે વર્કઆઉટ સાથે સંબંધિત એક વિડિયો જારી કર્યો છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે શિલ્પા શેટ્ટીનો આ નવો પાર્ટનર અન્ય કોઇ નહીં બલ્કે તેમના છ વર્ષનો પુત્ર વિવાન છે. સોશિયલ મિડિયા પર આ વિડિયોની ભારે ચર્ચા છે. જેમાં શિલ્પા પોતાના પુત્રને ખોળામાં વર્કઆઉટ કરી રહી છે. આ વિડિયોમાં વિવાનખુબ ખુબસુરત દેખાય છે. તે પોતે પણ વર્કઆઉટ કરતો નજરે પડે છે.સોશિયલ મિડિયા પર ચાલી રહેલી ચર્ચામાં લોકો વાતચીત કરી રહી છે. શિલ્પાએ વિડિયો શેયર કરીને કેટલીક વાતો પણ નજરે પડી છે. શિલ્પા હેલ્થી લાઇફસ્ટાઇલ માટે ઓળખાય છે. તે જીમની સાથે સાથે યોગ અને સ્ટ્રીક્ટ ડાયટને પાળે છે. હાલના દિવસોમાં શિલ્પા શેટ્ટી બાળકોના ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સરમાં જજ તરીકે નજરે પડે છે. તે આ શોના કારણે ચર્ચામાં પણ રહેલી છે. શિલ્પા શેટ્ટી હાલમાં કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી. જો કે તે કેટલાક પ્રોજેક્ટમાં નજરે પડી રહી છે. શિલ્પા શેટ્ટી વિતેલા વર્ષોમાં કેટલીક યાદગાર ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમાં બાજીગર ફિલ્મનો સમાવેશ થાય છે. બાજીગર ફિલ્મ તેની કેરિયરની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાનની ભૂમિકા હતી.  શિલ્પા શેટ્ટી બોલિવુડમાં ૯૦ના દશકમાં ભારે લોકપ્રિય રહી હતી. શિલ્પા પોતાની કેરિયરમાં તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચુકી છે. જેમાં અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે. ગોવિન્દા, અક્ષય કુમાર, સેફ અલી ખાન સહિતના કલાકારોમાં તે નજરે પડનાર છે. શિલ્પાની હાલમાં પ્રશંસા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here