નીયોજેન કેમિકલ્સ લિમિટેડ : આઇપીઓ ૨૪ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ ખુલશે

585

ભારતમાં બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલ્ટી કેમિકલ્સની અગ્રણી ઉત્પાદકોમાંની એક નીયોજેન કેમિકલ્સ લિમિટેડએ ૨૪ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ ઇક્વિટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો ગાળો બિડ/ઓફર ખુલવાનાં એક(૧) ચાલુ દિવસ અગાઉ એટલે કે ૨૩ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ રહેશે.

આઇપીઓમાં કંપનીનાં રૂ. ૭૦૦.૦૦ મિલિયનનાં ફ્રેશ ઇશ્યૂ ) તથા હરિદાસ ઠાકરશી કાનાણી (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર)નાં ૧,૬૯૯,૬૦૦ ઇક્વિટી શેર અને બીના હરિદાસ કાનાણીનાં ૧,૨૦૦,૪૦૦ ઇક્વિટી શેર સુધીનાં શેરનાં વેચાણની ઓફર સામેલ છે.

બિડ/ઓફર ૨૬ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ બંધ થશે. બિડ લઘુતમ ૬૫ ઇક્વિટી શેરનાં લોટમાં અને પછી ૬૫ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે.

ઇક્વિટી શેર બીએસઈ અને એનએસઈ (“સ્ટોક એક્સચેન્જીસ”) પર લિસ્ટેડ થશે.

ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ કંપનીનાં ઋણની સંપૂર્ણ કે ચોક્કસ ભાગની આગોતરી કે પુનઃચુકવણી કરવા માટે,  ૯.૮ ટકા એફઆરસીપીએસનાં વહેલાસર રિડેમ્પ્શન માટે, લાંબા ગાળાની કાર્યકારી મૂડી માટે અને સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે.

ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર ઇન્ગા એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને કો-બુક રનિંગ લીડ મેનેજર બાટલીવાલા એન્ડ કારાણી સીક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.

Previous articleપ્રતિબંધ પૂર્ણ થયા બાદ હવે યોગી ફરી પ્રચારમાં સક્રિય
Next articleજેટ એરવેઝ બાદ એર ઇન્ડિયા પર તોળાતુ સંકટઃ ૯ હજાર કરોડનું દેવુ