ગાંધીનગરના વાવોલ અને સે-ર૪ માંથી જુગારીઓ ઝડપાયા

878
gandhi1212018-5.jpg

ગાંધીનગર જિલ્લા પ્રોહીબીશનની પ્રવૃત્તિ સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા સારૂ જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે આપેલ સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે. ડી. પુરોહિતે તમામ ટીમના અધિકારી તેમજ માણસો જિલ્લામાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી, બાતમીદારોથી માહિતી મેળવી આવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમોને પકડી પાડવા સારૂ સુચના આપેલ અને પરીણામલક્ષી કામગીરી કરવા જણાવેલ. 
જેથી આ બાબતે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ દિશામાં કાર્યરત હતી દરમ્યાન ગઈ તા. ૯મીના રોજ પો.સ.ઈ. વી.એમ. ઝાલા, અ.હે.કો. કિરીટકુમાર જેઠાભાઈ, દિલિપ સિંહ બળદેવજી, જીગ્નેશકુમાર કનુભાઈનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહિપાલસિંહ પ્રવિણ સિંહને મળેલ માહિતી આધારે સેકટર – ર૪ ચીપ ટાઈપ શોપીંગ સેન્ટર પાછળ કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પાના પત્તિનો જુગાર રમતા હોઈ જેથી સદર જગ્યાએ રેડ કરી જુગાર રમતા ભીમાભાઈ પશાભાઈ સોલંકી, સુરેશભાઈ નારણભાઈ પરમાર, તોફીક અબ્દુલભાઈ બેલીમ સર્વે રહે. સેકટર – ર૪ ને પકડી પાડેલ અને તેઓ પાસેથી રોકડ રૂ. ૧૦,૭૩૦/- કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 
બીજા એક કિસ્સામાં જયપાલસિંહને મળેલ માહિતી આધારે વાવોલ ગામ ખાતે આવેલ રચના કોમ્પ્લેક્ષના પ્રથમમાળની પ્રથમ દુકાનમાં રેડ કરી વરલી મટકાનો જુગાર રમતા / રમાડતા ઈસમો સેજયસિંહ ભીખાજી વાઘેલા, રહે. પેથાપુર, ગાંધીનગર, સંદિપ ભાનુપ્રસાદ તપોધન રહે. સે.-૩/સી, પ્લોટ નં. પપ૭/ર, ગાંધીનગર તથા કનુભાઈ હીરાભાઈ પટેલ રહે. વાવોલ દરબારવાસ, ગાંધીનગર નાઓને પકડી પાડેલ જેઓ પાસેથી રોકડ રકમ રૂ. ૩૧,ર૩૦/- તથા બોલપેન, વરલી મટકાના આંકડા લખવાની સ્લીપ બુકો, કાર્બન કાગળ તથા એક મો.સા. કિં. રૂ. ર૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નં. ૩ કિં. રૂ. ૧૦,પ૦૦/- મળી કુલ રૂ. ૬૧,૭૩૦/- રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે. 

Previous articleકલોલ તાલુકાના પલસાણા પાસેથી દેશી દારૂ સાથેની સ્વીફટ પકડાઈ
Next articleપ્રેરણા વિદ્યાલય દ્વારા બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો