રાણપુર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરાયું

663

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચુંટણી અનુસંધાને ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતુ.જેમાં રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એમ.જે.સાગઠીયા તથા પોલિસ સ્ટાફ તેમજ સી.આઈ.એસ.એફ.ની ટીમ દ્વારા રાણપુર ગામની મુખ્ય બજારોમાં ફરી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.આગામી દિવસોમાં લોકસભા-૨૦૧૯ ની ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી પ્રકિંયા બોટાદ જીલ્લા સહીત રાણપુર તાલુકામાં સંપુર્ણ સુલેહ શાંતિપુર્ણ રીતે યોજાય તે હેતુથી રાણપુર પી.એસ.આઈ-એમ.જે.સાગઠીયા અને સ્ટાફ તેમજ સી.આઈ.એસ.એફ.ટીમ દ્વારા રાણપુર સહીત રાણપુર તાલુકાના ખસ,બગડ, જાળીલા, મોટીવાવડી, નાનીવાવડી, ઉમરાળા સહીતના ગામોની મુખ્ય બજારોમાં ફરી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.

Previous articleજીવલેણ અકસ્માત સર્જતી ૧૧ કે.વી. વીજ લાઇન બદલવા વાવેરા સરપંચની રજૂઆત
Next articleબાબરામાં હનુમાન જયંતિની ઉજવણી