પ્રિયંકા ચોપડા રિતિક રોશનની સાથે ફરી રહેશે

0
333

છેલ્લા કેટલાક દિવસોથી મિડિયા અને સોશિયલ મિડિયા પર છવાયેલી પ્રિયંકા ચોપડા રિતિક રોશન સાથે કૃષ-૪ ફિલ્મમાં કામ કરવા માટે સહમત થઇ ગઇ છે. તેની પાસે આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તે સ્વીકારી લઇને તમામને ચોંકાવી ચુકી છે. હાલમાં પ્રિયંકા ચોપડાએ બોલિવુડના સૌથી મોટા સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કરી ચુકી છે. તેની પસંદગી ભારત ફિલ્મ માટે કરવામાં આવી હતી. તેને નાણાં પણ આપવામાં આવ્યા હતા. જો કે તે ફિલ્મમાંથી નિકળી ગઇ હતી. તે લીડ અને મોટા રોલ કરવાની ઇચ્છા ધરાવે છે. ભારત છોડી ચુકેલી પ્રિયંકા સામાન્ય રીતે હવે હોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં નિક જોનસની સાથે લગ્નના પ્રસંગે પણ તે ચર્ચામાં રહી હતી.લગ્નના  ફોટા જારી કરવામાં આવ્યા  હતા. હેવાલ એવા પણ મળ્યા છે કે પ્રિયંકા ચોપડા  કૃષ-૪ ફિલ્મમાં રિતિક રોશન સાથે નજરે પડનાર છે. પ્રિયંકા હવે એક ઇન્ટરનેશનલ સ્ટાર તરીકે છે. જેથી રાકેશ રોશનને પણ લાગુ રહ્યુ હતુ કે તે દેશી ફિલ્મમાં હવે કામ કરશે નહી. જો કે તે ફિલ્મ કરવા માટે રાજી થઇ ગઇ છે. પ્રિયંકા ચોપડાએ જુની મિત્રતાને જાળવી રાખીને ફિલ્મ કરવા માટેની તૈયારી દર્શાવી છે. પ્રિયંકા મિત્રતા અદા કરવામાં પાછળ હટી નથી. કૃષ-૪ ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૂ કરવામાં આવનાર છે. હાલમાં તેની લાઇફ એક પરીકથાની જેમ લાગી રહી છે. નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ તે હજુ સુધી કોઇ હિન્દી ફિલ્મમાં નજરે પડી નથી. હવે તે રિતિક રોશન સાથે કામ કરવા જઇ રહી છે. જે મોટા બજેટની ફલ્મ બનાવવવામાં આવી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here