દાહોદ લોકસભા બેઠક ઉપર જોરદાર સ્પર્ધાના સાફ સંકેતો

0
827

ગુજરાતની તમામ ૨૬ સીટ પર મતદાનનો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે ત્યારે ગુજરાતમાં ૨૬ સીટ પૈકી કોને કેટલી સીટો મળશે તેને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. મધ્ય ગુજરાતની સીટોની પણ ચર્ચા જોવા મળી રહી છે. દાહોદ લોકસભા સીટ પર ભાજપને વધારે મહેનત કરવાની જરૂર હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉના પરિણામો પરથી આ બાબત દેખાઈ રહી છે. અલબત્ત ૨૦૧૭માં ભાજપની સરસાઈ ૭૪૧૪૩ની છે. કોંગ્રેસની સરસાઈ ૫૭૦૪૧ની છે. વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપ ૧૭૧૦૨ મતે આગળ છે. ભાજપ માટે જીતવાની તકો માટે જે કારણ છે તેમાં ભાજપનું સંગઠન માળખુ, આદિવાસી વિકાસના કાર્યો, નગરપાલિકા-જિલ્લા પંચાયતમાં સત્તાની ગોઠવણ, સ્માર્ટસિટીમાં દાહોદનો સમાવેશ મહત્વપૂર્ણ છે.

આ તમામ પાસાઓ ભાજપની તરફેણ કરે છે. મધ્યગુજરાતની આદિવાસી સમાજની બહુમતિધરાવતી દાહોદ બેઠક પર કેન્દ્રના મંત્રી અને ગુજરાત ભાજપાના અજેય એવા આદિવાસીનેતા જશવંત સિંહ ભાંભોરને જીતવા આકરો પરિશ્રમ ૨૦૧૪ની સરખામણી કરતા કરવો પડે તેવું લાગતું હતું. જોકે, સેવાનું ભાથું, મિલનસાર સ્વભાવને પરિણામે હવે તેમની જીત  સરળ લાગી રહી છે. દાહોદ બેઠક પર ભાજપા સામે ભાજપાના ગૌત્રના કટારા લડી રહ્યા છે. ભાજપા-ભાજપાની લડાઈ છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપા આ બેઠક ૨૩૦૬૬૮ મતોની જંગી સરસાઈથી જીત્યું હતું. ભાજપાની ૨૦૧૪માં સાત બેઠકો પૈકી ૬ બેઠકોમાં સરસાઈ હતી. કોંગ્રેસની આ પરંપરાગત બેઠક આમતો કહેવાય છે. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ૨૦૧૪માં જશવંત સિંહ ભાંભોરને ૫૧૧૧૧૧ મતો મળ્યા હતા. કોંગ્રેસના ડા. પ્રભાબેન તાવીયાડને ૨૮૦૭૫૭ મતો મળ્યા હતા. ૨૦૧૪માં ૧૦ ઉમેદવાર લડ્યા હતા. નોટામાં ૩૨૩૦૫ મત પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here