સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું, હિટવેવની ચેતવણી અપાઈ

961

રાજ્યમાં ગરમીનું પ્રમાણ ફરી એકવાર જોરદારરીતે વધી રહ્યું છે. આની સાથે જ હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી ચુકી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. હિટવેવની ચેતવણી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને વેરાવળ, પોરબંદર અને દિવ માટે જારી કરવામાં આવી છે. ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૨ ડિગ્રી રહ્યું હતું. જો કે, આજે ફરી એકવાર પારો કેટલાક વિસ્તારમાં ૪૦ સુધી પહોંચી ગયો હતો જેમાં અમરેલીમાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૪૦.૩ અને ભુજમાં ૪૦ ડિગ્રી પારો રહ્યો હતો. બેવડી સિઝનના કારણે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે.

આ ઉપરાંત કેટલીક જગ્યાએ સતત બદલાઈ રહ્યો છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૦ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. પ્રવર્તમાન સ્થિતિ અકબંધ રહી શકે છે પરંતુ આગામી ત્રણ દિવસ દરમિયાન પારો વધશે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થવાની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં હવામાનમાં આવેલા પલટાના કારણે મહત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો થયો હતો. હાલમાં ગરમીથી રાહત પણ મળી હતી. હવામાનમાં આવેલા પલટાના લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ અને વાવાઝોડાથી ૧૦થી વધુના મોત થયા હતા. ત્યારબાદથી તાપમાન ઘટી ગયું હતું પરંતુ વહે ફરીવાર ગરમીમાં વધારો થયો છે.

Previous articleવોટબેંક માટે મમતા કોઇપણ હદ સુધી જવા તૈયાર : મોદી
Next articleગાંધીનગર : નારાજ પાટીદારને મનાવવા માટે ભાજપના પ્રયાસ