ધનરાશિનાં ગુરૂનાં ભ્રમણનો મેષ – વૃષભ તથા મિથુન રાશિ ધરાવતી વ્યક્તિઓ ઉપર પ્રભાવ

1004

(૧) મેષ (અ-લ-ઇ) : હવે આઠમા સ્થાનનાં ગુરૂનાં બંધનમાંથી મુક્ત થઇ રહેલા મેષ જાતકો માટે નવમે આવેલ ગુરૂ પ્રથમ ત્રીજે અને પાંચમે દ્રષ્ટિ કરી રહેલ હોવાથી રૂકાવટો અને અશાંતિનો તબક્કો હવે પૂર્ણ થતાં ભાગ્ય પરિવર્તનની દ્દષ્ટિએ હવે શુભ તથા યાદગાર સંયોગો સૂચવે છે. સંતાનોની કારકીર્દી વિવાહ કે અભ્યાસને લગતી સમસ્યાઓ હવે ઉકેલાતી જણાય. લાંબી મુસાપરી કે ધાર્મિક પ્રવાસની શક્યતા નકારી ન શકાય. પોતાના કાર્યોમાં પ્રવૃત્તિઓમાં વડિલ વર્ગનો સહકાર સાંપડે. અવરોધજનક વાતાવરણમાં હવે ક્રમશઃ સુધારો થતો દેખાય. યશ, પદ, ધનમાં વૃદ્ધિ તથા નવા આયોજનોમાં સાનુકૂળતા રહે. આ રાશિ ધરાવતી ફર્મને વ્યાપારમાં અટકાયતો, ગૂચવડો દૂર થાય. આવક વધે, સંતાન સંબંધિત પ્રશ્નોનો સુખદ ઉકેલ આવે,વ્યક્તિત્વ બૌદ્ધિક ક્ષમતા, કાર્યશક્તિ કે લેખન શક્તિમાં ઉમેરો થાય. અપરિણીત વર્ગને વિવાહ લગ્ન નક્કી થાય. નોકરી-ધંધામાં ઇચ્છિત સ્થળાંતર શક્ય બને. વ્યક્તિત્વ, બૌદ્ધિક ક્ષમતા, કાર્યશક્તિ કે લેખન શક્તિમાં ઉમેરો થાય. મહિલાઓને પતિ, સંતાન, પરિવાર અંગેની મુશ્કેલીઓ હળવી બને. વિદ્યાર્થીઓને ભણતર, ઘડતરની ઉજ્જવળ તકો મળે. આત્મશ્રદ્ધા દ્દઢ બને, વધારે અભ્યાસ માટે વિદેશ જવા માંગતા વિદ્યાથી વર્ગ માટે સાનુકૂળ તક મળે.૨૦૨૦-મે સુધી ગુરૂનું આ પ્રકારનું ભ્રમણ રહેશે.

(૨) વૃષભ રાશિ (બ-વ-ઉ) : આઠમાં સ્થાનમાં આવેલ ગુરૂ પ્રતિકૂળતાજનક રહેશે તેની કંઇક બંધનકર્તા પરિસ્થિતિનું નિર્માણ કરે. શારીરિક, માનસિક યાતના, પીડા રહે. કોઇને કોઇ મુશ્કેલીઓનો સામનો કરાવે. આરોગ્ય સંભાળવું પડશે. આકસ્મિક બિમારી, પડવા, વાગવા, લપસવા કે વાહનથી પીડા ભોગવવી પડે. ઘર-પરિવાર, નોકરી, ધંધા અંગેની સતત માનસિક ચિંતાથી તનાવ, પરિતાપ રખાવે. નાણાભીડ મહત્વનાં કાર્યોમાં રૂકાવટનું કારણ બને. કાર્યક્ષેત્રમાં અન્યનાં કારણે પોતે તકલીફમાં આવે. સરકારી, રાજકીય કે અન્ય ખાતાકીય  તપાસમાં સંભાળવું પડશે. શુભ, ધાર્મિક, માંગલિક કાર્યોમાં ખર્ચ થાય. અહિં સંતાન વર્ગ પત્નીની કુંડળીમાંથી શુભ ગ્રહયોગો હશે તો તે શુભગ્રહો આપને રક્ષણકર્તા, મદદકર્તા નિવડી શકશે. બહેનોને ઘરનાં રોજીન્દા કાર્યોમાં બેચેની, વ્યગ્રતા તથા સ્વભાવમાં ઉશ્કેરાટ, આવેશ, ગુસ્સો રહે. વિદ્યાર્થી ભાઇ-બહેનોને વધારે પડતો આત્મવિશ્વાસ ઠગારો ન નિવડે તેની તકેદારી રાખવી પડશે. વાચન, અધ્યયન, લેખનમાં વિશેષ ધ્યાન આપવું. મે-૨૦૨૦ સુધી ગુરૂ ધનરાશિમાં ભ્રમણ કરશે.

(૩) મિથુન રાશિ (ક-છ-ઘ) : મે-૨૦૨૦ સુધીનાં ધનનાં ગુરૂનું આ ભ્રમણ શુભફાયદાકારક બની રહેશે. સાતમા સ્થાનમાં પસાર થતો ગુરૂ પ્રથમ – તૃતિય તથા એકાદશમાં સ્થાન પર દ્રષ્ટિ કરશે. ઉત્સાહ, આત્મવિશ્વાસ, યશ તથા પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજિક, રાજકિય ક્ષેત્રે પ્રગતિ થાય. વિદેશગમન ઇચ્છુક વ્યક્તિઓ માટે આ ગાળો સાનુકૂળ નિવડશે. સ્થળાંતર થશે તો તે લાભદાયી નિવડશે. મકાન કે જગ્યાની શોધમાં હશો તો પણ આ સમય આશાસ્પદ છે. દાંમ્પત્ય જીવનમાં અવરોધો કે પ્રતિકૂળતાઓ ઉપસ્થિત થઇ હશે તો તેમની બાબતમાં સંતોષકારક સુધારો તથા સમાધાનની શક્યતા રહે. ધાર્મિ કાર્યો, આયોજનોમાં સફળતા મળે. આ રાશિ  ધરાવતી દુકાન કે ફર્મની પ્રગતિ થાય. વિવાહ લગ્નમાં કાર્યોમાં લંબાણ થતું હોય તેવા કિસ્સાઓમાં આ સમયે ઘણો જ સાનુકૂળ સાબિત થાય. પોતાની પસંદગી પ્રમાણે જીવનસાથી પ્રાપ્ત થશે. ધાર્મિક, ચિંતન, મનન, અધ્યયન તથા આત્મસ્ફુરણાંમાં વધારો થાય. આધ્યાત્મિક અભિગમ હોય તો તે ક્ષેત્રે સંતોષકારક પ્રગતિનાં યોગ છે. બહેનોને પતિ, સંતાન, પરિવારની ઉન્નતિ, ભાગ્યોદય, સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા તથા વાંચન, મનન, લેખન પ્રત્યે અભિરૂચિ વધે. આળસ, બેદરકારી દૂર કરી અભ્યાસ પ્રત્યે ધ્યાન આપવાથી સારી સફળતા પ્રાપ્ત થાય.

(ક્રમશઃ આાવતા રવિવારે)

Previous articleદાહોદ લોકસભા બેઠક ઉપર જોરદાર સ્પર્ધાના સાફ સંકેતો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે