ગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ

817

રાજ્યમાં લોકસભાની ચૂંટણીનાં પ્રચારનાં પડઘમ આજે શાંત થઇ જશે. ત્યારે આપણે રાજ્યનાં એક એવા ગામની વાત કરીશું કે જ્યાં મતદાન ન કરો તો દંડ વસૂલવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ રાજસમઢીયાળાની.

આ ગામ રાજકોટથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલુ છે. ૩૫ વર્ષથી આ ગામમાં કોઇપણ પક્ષનાં રાજકારણીઓને મતદાન માટે પ્રચાર કરવાની મનાઇ છે. તો પણ આ ગામમાં ૯૦ ટકાથી વધારે મતદાન થાય છે. આ ગામને રાજ્યુનું આદર્શ અને સ્વચ્છ ગામ માનવામાં આવે છે. આ ગામની ખાસ વિશેષતા એ છે કે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તમામ ગ્રામજનોને મતદાન કરવું ફરજિયાત છે. જો મતદાન ના કરે તો ૫૧ રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો કે આ ગામમાં ખુલ્લામાં કચરો ફેંકવા, થૂંકવા પર, સરકારી સંપતિને નુકસાન પહોંચાડવા પર અને ગામના નવયુવાનોને કામ વગર બેસવા પર પણ મનાઈ છે. ખાસ તો એ કે આ ગામમાં સૌથી વધુ નિર્ણયો લોક અદાલત થકી પતાવવામાં આવે છે. આવી વિશેષ ખૂબીઓવાળા આ ગામને કેટલાંય સન્માન મળ્યાં છેરાજસમઢીયાળા ગ્રામ પંચાયતની વિકાસ સમિતિના ચેરમેન હરદેવસિંહ જાડેજા ગામને અમે સારા સામાજિક પ્રયોગોની એક પ્રયોગશાળા માને છે.

Previous articleસેન્સેકસમાં ૪૯પ પોઈન્ટનો કડાકો
Next articleવસાહતમંડળની લોકોને મતદાન માટે અપીલ