ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરતા ૧૫ શખ્સો સામે અમરેલીમાં કાર્યવાહી

948

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯નું મતદાન તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ યોજાનાર હોય અને તે અંગે આદર્શ આચાર સંહિતા અમલમાં હોય આ આદર્શ આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે તેમજ આચાર સંહિતાનો ભંગ કરતી કોઇ પણ રજુઆત તથા અરજી મળ્યેથી તાત્કાલીક પગલા લેવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જીલ્લા પોલીસને જરૂરી સુચના આપવામાં આવેલ.

આજ તા.૨૨/૦૪/૨૦૧૯ ના રોજ અરજદાર વિશાલભાઇ રસીકભાઇ સરધારા, ઉં.વ.૨૯, રહે.ચલાલા વાળાએ અમરેલી શહેર પો.સ્ટે.માં એક લેખિત અરજી આપેલ કે અમરેલી શહેરમાં સંકુલ રોડ, ફાટક ઉતરતા સહજ હોલની સામેની બાજુએ રસ્તા ઉપર અજાણ્યા ઇસમો અલગ – અલગ દુકાનો નીચે પત્રીકાઓ નાખતા હોય અને આ પત્રીકાઓમાં હાલના ભા.જ.પ.ના ઉમેદવાર વિરૂધ્ધ ગૌચરની જમીનમાં દબાણ કરેલ હોય અને હાલમાં આચાર સંહિતા લાગુ હોય તેમજ તા.૨૧/૦૪/૨૦૧૯ ના કલાક ૧૭/૦૦ વાગ્યે ચુંટણી પ્રચારનો સમય પુર્ણ થઇ ગયેલ હોય તેમ છતાં આ ઇસમો આચાર સંહિતાનો ભંગ કરતા હોવા અંગે રજુઆત કરેલ હતી.

આ અરજી અંગે અમરેલી સીટી પોલીસ, એલ.સી.બી./એસ.ઓ.જી. તથા એફ.એસ.ટી. ટીમ દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરતાં અને અરજીમાં જણાવેલ વિગતો અંગે તપાસ કરતાં કુલ ૧૫ ઇસમોને ભા.જ.પ.ના ઉમેદવાર વિરૂધ્ધના લખાણ વાળી મુદ્રકના નામ-સરનામા વગરની પત્રીકાઓ જુદી જુદી દુકાનો તથા શેરીઓમાં નાંખી આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતાં છ વાહનો સાથે પકડી પાડેલ છે. જેમાં લલીતભાઇ લક્ષ્મણભાઇ ઠુંમર, ઉં.વ.૪૨, કૌશીકભાઇ મનુભાઇ વઘાસીયા, ઉં.વ.૪૫, દીપકભાઇ સુરેશભાઇ ચૌહાણ, ઉં.વ.૨૩, જુબેરભાઇ મહેબુબભાઇ કુરેશી, ઉં.વ.૨૧, ઇમરાનભાઇ રહેમતુલાભાઇ સુમરા, ઉં.વ.૨૦, અલીભાઇ જલાલભાઇ કાદરી, ઉં.વ.૨૨, શકીલઅહેમદ રફીકરહેમાન સૈયદ, ઉં.વ.૨૯, અહેસાનભાઇ અમીનભાઇ ધાણીવાળા, ઉં.વ.૨૯, મયુરભાઇ સુરેશભાઇ ચૌહાણ, ઉં.વ.૧૯, ગૌતમભાઇ મુકેશભાઇ ટીમાણી, ઉં.વ.૨૪, અમીરભાઇ અલ્તાફભાઇ ચૌહાણ, ઉં.વ.૧૯, શકીલભાઇ મુસાભાઇ એદ્રુસી, ઉં.વ.૨૩, અહેમદખાન યુસુફખાન લોદી, ઉં.વ.૨૨, સલીમભાઇ જમાલભાઇ ચૌહાણ, ઉં.વ.૫૦, આસીફભાઇ અબ્દુલભાઇ કુરેશી, ઉં.વ.૨૩ વાળાની અટકાયત કરાઇ હતી.

અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલીતભાઇ લક્ષ્મણભાઇ ઠુંમર,  પાસેથી રોકડા રૂ.૨૬,૯૦૦/- તથા નગરપાલિકા ઉપપ્રમુખ શકીલઅહેમદ રફીકરહેમાન સૈયદ પાસેથી રોકડા રૂ.૧૦,૫૦૦/-  મળી આવેલ અને આ બંને ઇસમો રોકડ રકમ થી માણસોને રૂ.૫૦૦/- થી ભાડાપેટે રાખી ભાજપના ઉમેદવાર વિરૂધ્ધની પત્રીકાઓ વહેંચવા માટે તથા મતદારોને લોભ લાલચ આપવા માટે ઉપયોગ કરતા હોય જે આધારે કબજે કરેલ છે. ઉપરોક્ત પકડાયેલ તમામ ૧૫ ઇસમોએ લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે ઉમેદવાર વિરૂધ્ધના લખાણ વાળી પત્રીકાઓ વહેંચી અમલમાં રહેલ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતાં  તે તમામ ઇસમો વિરૂધ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૨૭ (૩)(ખ) તથા ઇ.પી.કો. કલમ ૧૧૪ તથા મોટર વ્હિકલ એક્ટ તળે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Previous articleહનુમાનજી એટલે વિરક્તતા, તે શુન્ય છે માટે પૂર્ણ છે : મોરારિબાપુ
Next articleભાવનગર લોકસભા બેઠક ઉપર આજે ૧૭.૫૭ લાખ મતદારો પોતાના ઉમેદવારને મત આપશે