ભાવનગર લોકસભા બેઠક ઉપર આજે ૧૭.૫૭ લાખ મતદારો પોતાના ઉમેદવારને મત આપશે

0
693

ગુજરાત રાજ્યની તમામ બેઠકો સાથે આજે તા.૨૩નાં રોજ ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ૧૫-ભાવનગર લોકસભા બેઠક માટે આજે ભાવનગર જિલ્લાનાં ૧૭,૫૭,૪૦૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજે સોમવારે સવારથી જ પોલીંગ ઓફીસર સહિતનો સ્ટાફ મતદાન મથકો ઉપર સાંજ સુધીમાં પહોંચી ગયો હતો અને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી હતી. મંગળવારે મતદાનને લઇને યુવાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મતદાનની ટકાવારી ઉંચી જાય તેવી પણ સંભાવનાઓ જણાય રહી છે. દેશમાં સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલ તા.૨૩ના રોજ યોજાનાર છે. જેમાં ગુજરાતની તમામ બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે આજે સોમવારે સવારથી જ ઇવીએમ, બેલેટ યુનિટ, વીવીપેટ સહિતની સામગ્રીઓ સુપ્રત કરવા સાથે જિલ્લાનાં ૨૦૦૨ મતદાન મથકો ઉપર ફરજ બજાવવા માટે પોલીસ ઓફીસર સહિત સ્ટાફને મોતીબાગ ટાઉનહોલ ખાતેથી ખાનગી બસો તથા એસ.ટી.ની બસો મારફત રવાના કરાયા હતા. અને તમામ સ્ટાફ દરેક બુથ ઉપર સાંજ સુધીમાં પહોંચી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દીધી હતી. ભાવનગર જિલ્લામાં તળાજામાં ૨૬૫ મતદાર મથકોમાં કુલ ૨,૨૭,૪૯૨ મતદારો મત આપશે. પાલીતાણામાં ૩૦૯ બુથમાં ૨,૫૫,૮૩૨ મતદારો, ભાવનગર ગ્રામ્યમાં ૩૧૮ બુથ ઉપર ૨,૬૬,૦૨૩ મતદારો, ભાવનગર પૂર્વમાં ૨૫૨ બુથ ઉપર ૨,૪૮,૧૦૪ મતદારો, ભાવનગર પશ્ચિમમાં ૨૪૭ મતદાન બુથ ઉપર ૨,૪૬,૩૯૩ મતદારો,  ગઢડામાં ૩૦૭ બુથ ઉપર કુલ ૨,૪૬,૬૫૬ મતદારો તેમજ બોટાદમાં ૩૦૪ બુથ ઉપર ૨,૬૬,૯૦૯ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ભાવનગર બેઠક ઉપર ૯,૧૫,૭૯૯ પુરૂષ, ૮,૪૧,૫૭૧ સ્ત્રીઓ તથા ૩૯ અન્ય મતદારો મતદાન કરશે. ભાવનગર જિલ્લાનાં સંવેદન, અતિ સંવેદનશીલ સહિત તમામ બુથ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ સ્થિતિ ઉપર ચૂંટણી અધિકારી ચાંપતી નજર રાખશે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here