હૈદરાબાદની ટીમને ઝટકોઃ વિલિયમ્સનના દાદીનું અવસાન થતા સ્વદેશ પરત ફર્યો

524

સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન કેન વિલિયમ્સન દાદીના અવસાન બાદ તે સ્વદેશ પરત ફર્યો. તે હવે હૈદરાબાદની આગામી મેચ પહેલા ટીમ સાથે જોડાઈ જશે. સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન કેન વિલિયમસને કહ્યું છે કે અમારા ઓપનરો ઑસ્ટ્રેલિયાનો ડેવિડ વૉર્નર અને ઇંગ્લૅન્ડનો જૉની બેરસ્ટૉવ પોતાના દેશ વતી મૅચો રમવા માટે થોડા દિવસમાં આઇપીએલમાંથી વહેલા રવાના થઈ જશે એનાથી અમારી ટીમને મોટું નુકસાન થશે.

બન્ને ઓપનરો શરૂઆતથી હૈદરાબાદની ટીમને ઘણું કામ લાગી રહ્યા છે. આ વખતની આઇપીએલમાં સાંજ સુધીમાં વૉર્નર ૫૧૭ રન સાથે મોખરે હતો અને બેરસ્ટૉવ ૪૪૫ રન સાથે બીજા સ્થાને હતો.

વિલિયમસને કહ્યું હતું કે ‘વૉર્નર અને બેરસ્ટૉવ વર્લ્ડ-ક્લાસ પ્લેયરો છે. અમને સ્પર્ધાની શરૂઆતથી જ ખબર હતી કે આ બે ઓપનરો બહુ જ સારું રમશે અને તેમના વહેલા જવાથી ટીમને મોટી ખોટ થશે.

હૈદરાબાદની ટીમને ચેન્નઈ સામે મુકાબલા પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તે આીપીએલ-૧૨માં મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સામે ટકરાશે. પરંતુ આ મહત્વના મેચમાં તેનો કેપ્ટન કેન વિલિયમ્સન રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના વિલિયમ્સનના દાદીના અવસાન બાદ તે સ્વદેશ પરત ફર્યો છે. તે હવે હૈદરાબાદની આગામી મેચ પહેલા ટીમ સાથે જોડાઈ જશે. હૈદરાબાદની ટીમ ૧૦ પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા નંબર પર છે. તેણે હજુ પાંચ મેચ રમવાના છે.

આ હૈદરાબાદ અને ચેન્નઈનો આઈપીએલ-૧૨માં બીજો મેચ છે. ચેન્નઈની ટીમ જ્યારે હૈદરાબાદ વિરુદ્ધ ગત મેચ રમી હતી તો તેનો કેપ્ટન ધોની ઈજાને કારણે બહાર હતો. ત્યારે તે મેચ ચેન્નઈએ ગુમાવી હતી. હવે જોવાનું છે કે, હૈદરાબાદની ટીમ પોતાના નિયમિત કેપ્ટન વગર ચેન્નઈને હરાવશે કે નહીં. ચેન્નઈની ટીમનો છેલ્લા બે મેચોમાં પરાજય થયો છે. તેવામાં તે જીતની પાટા પર પરત ફરવા માટે ઉત્સાહિત છે.

Previous articleઆઈપીએલમાં રમવા શાકિબ બાંગ્લાદેશની ટીમ સાથે ટ્રેનિંગ કેમ્પમાં ભાગ નહીં લે
Next articleએશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ  બજરંગ અને રાણાનો ફાઇનલમાં પ્રવેશ