મતદાનનાં દિવસે ધંધુકામાં દિવ્યાંગો માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ

536

ભારતનાં ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માટેની આપેલ સૂચનાઓ અનુસાર મતદાન મથકે મતદાન કરવા આવતા શારીરિક અશક્ત મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે અમદાવાદ જિલ્લામાં દરેક મતદાન મથકે રેમ્પની વ્યવસ્થા તથા વ્હીલચેરની સાથે સહાયકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી અધિકારી તથા કલેકટર ડા.વિક્રાંત પાંડેએ દરેક મતદાન મથકે મતદાન માટે આવતા શારીરિક અશક્ત મતદારને મતદાન કરવામાં કોઇ તકલીફ ન પડે તેની કાળજી રાખવા મતદાન સ્ટાફને ખાસ સૂચના આપેલ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો વિરમગામ, સાણંદ, દસ્કોઇ, ધોલકા તથા ધંધુકામાં દિવ્યાંગ મતદારોએ બુથ લેવલ ઓફીસર સમક્ષ કરેલ માંગણી મુજબ વ્હીલચેરની વ્યવસ્થા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા.શિલ્પા યાદવ દ્વારા કરવામાં આવી છે. તથા ચૂંટણી અધિકારી દ્વારા તાલીમ બદ્ધ સહાયકો દિવ્યાંગોની સહાય માટે હાજર રાખવામાં આવશે.

પ્રવર્તમાન ઉંચા તાપમાનને ધ્યાને લઇ મતદારોને અસુવિધા ન થાય તે માટે વિશેષ કાળજી આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ છે.

Previous articleવલ્લભીપુર કથામાં શિવવિવાહ
Next articleરાણપુરમાં ભારે ઉત્સાહ સાથે શાંતિપુર્ણ માહોલ વચ્ચે ૬૫ ટકા મતદાન નોંધાયું