મગફળી બાદ નબળી ગુણવત્તાની તુવેરની દાળનું કૌભાંડ ઝડપાયું

647

જૂનાગઢમાં મગફળી કૌભાંડ બાદ તુવેરની દાળનું કૌભાંડ સામે આવ્યું છે. નબળી ગુણવત્તાની તુવેર દ્વારા નાફેડને ધાબડી દેવાની હિલચાલનો પર્દાફાશ થયો છે. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેર ખરીદી કરવામાં આવી હતી.

જેમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે ખેડૂતોએ આપેલી તુવેર તમામ પરીક્ષણો પાસ કર્યા બાદ પુરવઠા નિગમ દ્વારા ખરીદવામાં આવતી હતી તેમ છતાં નબળી ગુણવત્તાની તુવેર હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ નાફેડ દ્વારા ત્રણ ટ્રક ભરેલી તુવેર રિજેક્ટ કરવામાં આવી અને આ તુવેર કેશોદ માર્કેટિંગ યાર્ડમાં પરત લાવવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કૌભાંડ ખુલ્લું પડ્યું છે.

ખેડૂત હિત રક્ષક સમિતિ કરવામાં આવેલા આક્ષેપો સાચા પડ્યા છે. તેમજ પરત આવેલી તુવેરને સગેવગે કરવાની હિલચાલ સામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ફરિયાદ થતા સૌરાષ્ટ્ર જોનના પુરવઠા અધિકારી ખુદ તપાસ કરવા આવ્યા હતા. અને તેવો એ પણ માલની ચકાસણી કરી હતી. તેઓ દ્વારા પણ તુવેરમાં ગેરરીતિ અને કૌભાંડ થયાનું સ્વીકાર કરવામાં આવ્યું હતું.

આમ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં મગફળી કૌભાંડ બાદ તુવેર કૌભાંડ બહાર આવ્યું છે જેથી ખેડૂતોના નામે થતી જણસીઓમાં વેપારી પાસેથી નબળી ગુણવત્તાનો માલ લઇ ખેડૂતોના નામે સરકારને ચૂનો ચોપડવાનું કામ જેતે ખાતા દ્વારા કરવામાં આવતું સ્પષ્ટ દેખાય આવે છે.

 

Previous articleસરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો
Next articleમતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો : મનિષ દોશી