નરેન્દ્ર મોદીએ ખોલાવેલાં બેંક ખાતામાં ‘ન્યાય’ના પૈસા જમા થશે : રાહુલ ગાંધી

456

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છેલ્લા પાંચ વર્ષમાં દેશના લોકો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. રાજસ્થાનના ઝાલોર યોજાયેલી ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસની સરકારની બનશે તો સૌની સાથે ન્યાય થશે અને ‘એક હિન્દૂસ્તાન, સબ કા હિન્દૂસ્તાન’ થશે.આ સાથે રાહુલ ગાંધીએ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનધન યોજના અંતર્ગત જે બેંક ખાતા ખોલાવ્યા છે, એમાં ‘ન્યાય’ ૭૨૦૦૦ રૂપિયા જમા કરાવશે. આ લાભ દેશના પાંચ કરોડ ગરીબ લોકોને મળશે. ઉપરાંત મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓની સાથે સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અનામત આપવામાં આવશે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદીજીનો આભાર, કેમ કે તેમણે ખોલાવેલાં બેંક એકાઉન્ટમાં ન્યાયના પૈસા જમા થશે.

મેં આ યોજનાનું નામ ન્યાય એટલા માટે આપ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ, ચોકીદારે હિન્દુસ્તાનના તમામ લોકો સાથે અન્યાય કર્યો છે.

રાજસ્થાનના મારવાડ ક્ષેત્રની ઝાલોરમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીને ગરીબોના ખિસ્સાના પૈસા છીનવવાનું ષડયંત્ર ગણાવ્યું છે. સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, લઘુત્તમ આવક યોજના(ન્યાય)નો સૌથી વધુ ફાયદો દેશના બેરોજગાર યુવાનોને થશે અને દેશમાં માંગ અને રોજગારીમાં વૃદ્ધિ થશે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર વ્યંગ કરતાં કહ્યું કે, અમારી સરકાર તમારા મનની વાત સાંભળશે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના દુકાનદારોના દિલની વાત સાંભળશે. તમારા મનની વાત પર સરકાર ચાલશે. જે તમે કહેશો એ જ થશે અને ન્યાય થશે. તેમણે એમ પણ કહ્યું કે, ન્યાય યોજના ખૂબ વિચારીને તૈયાર કરવામાં આવી છે અને આ અંતર્ગત પરિવારની મહિલા સભ્યના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થશે.

રાહુલ ગાંધી ન્યાય યોજની સાથે ખેડૂતોના મુદ્દાને લઈને કહ્યું કે, જો ૨૦૧૯માં સરકાર બનશે તો કૃષિ માટે અલગ બજેટ રજૂ કરાશે.

Previous articleવારાણસી સીટ પર અજય રાય ફરીવાર ચૂંટણી રહેશે
Next articleવારાણસીમાં મોદીનો ભવ્ય રોડ શો