ઇલિયાના ડી ક્રુઝ વધુ તેલુગુ ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે

910

બોલિવુડની લોકપ્રિય સ્ટાર અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ  હવે ફરી દક્ષિણ ભારતની ફિલ્મોમાં ધુમ મચાવવા માટે તૈયાર છે. તેની રવિ  તેજા સાથેની ફિલ્મ અમર અકબર એન્થોનીને સારી સફળતા મળ્યા બાદ તેની પાસે નવી ઓફર પણ આવી રહી છે. આ અમર અકબર એન્થની નામની ફિલ્મ ગયા વર્ષે દેશભરમાં રજૂ કરવામાં આવી હતી.  લાંબા સમય બાદ તે ફરી રવિ તેજા સાથે જોડી જમાવવામાં સફળ રહી હતી.  બરફી ફિલ્મ સાથે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ દક્ષિણ ભારતની ફિલ્મમાં નહીંવત દેખાયા બાદ હવે સાત વર્ષના ગાળા બાદ ફરી એકવાર દક્ષિણ ભારતની ફિલ્મમાં કામ કરી ચુકી છે. ઇલિયાના છેલ્લે ૨૦૧૨માં દક્ષિણ ભારતની ફિલ્મમાં દેખાઇ હતી. ત્યારબાદ તે સતત બોલિવુડ ફિલ્મમાં કામ કરી રહી હતી. ઇલિયાના મોટા પ્રોજેક્ટમાં નજરે પડનાર છે. હવે તેની પાસે અન્ય દક્ષિણ ભારતની ફિલ્મો આવે તેવા સંકેત પણ દેખાઇ રહ્યા છે. લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં પાગલપંથી નામની હિન્દી ફિલ્મ પણ છે.  તે છેલ્લે અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં ચમકી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. તેના લગ્નને લઇને હાલમાં સતત હેવાલો આવ્યા છે. જો તે તે કોઇ ટિપ્પણી આને લઇને  કરી રહી નથી. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાજ રજૂ થયેલી રેડ અને તેના પહેલા બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથનજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જોડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તેને સારા કલાકારો સાથે રોલ મળ્યા છે.ઇલિયાના પોતાની કેરિયરમાં ખરાબ  સમયમાંથી પણ પસાર થઇ ચુકી છે. થોડાક સમય પહેલા ઇલિયાનાએ એવો ખુલાસો કરીને તમામને ચોંકાવી દીધા હતા કે  એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી.

પોતાના સંઘર્ષ અનવે ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે. તેની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. ઇલિયાનાને પહેલા પણ રવિ તેજા સાથે કામ કરી ચુકી છે. તમામ પ્રકારની કુશળતા હોવા છતાં ઇલિયાના બોલિવુડમાં અપેક્ષા કરતા ઓછી સફળતા હાંસલ કરી શકી છે. તે કેટલીક મોટી ફિલ્મ કરી ચુકી છે. જેમાં બાદશાહો, રૂસ્તમ અને મે તેરા હિરો ફિલ્મનો સમાવેશ થાય છે. જો કે દક્ષિણ ભારતની ફિલ્મમાં તે સુપર સ્ટાર તરીકે રહી છે. દક્ષિણમાં તેની પાસે ફિલ્મો વધારે છે. તમામ સુપરસ્ટાર સાથે તે સાઉથની ફિલ્મમાં દેખાઇ છે. પડી હતી.

Previous articleસલમાન ખાન સાથે કિસિંગ સીન બાદ દિશા પટની ફરીવાર ચર્ચામાં
Next articleરાજસ્થાન-સનરાઇઝ વચ્ચે રોચક જંગ માટે તખ્તો તૈયાર