ગુજકેટની પરીક્ષામાં ગેરરીતી રોકવા ૨૯ ઓબ્ઝર્વરની બાજ નજર

602

તબિબ, ઇજનેર અને ફાર્માસિસ્ટ બનવા માટેની એન્ટરન્સ ગુજકેટની પરીક્ષા જિલ્લાના ૬૨૦૫ વિદ્યાર્થીઓ આપશે. તારીખ ૨૬મી, શુક્રવારે લેવાનાર ગુજકેટની પરીક્ષા માટે શહેરના ૨૯ શૈક્ષણિક બિલ્ડીંગોમાં ૩૧૩ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવી છે. ગુજકેટની પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા મોટ સીસી કેમેરા ઉપરાંત કલેક્ટરના ૨૯ ઓબ્ઝર્વરની બાજ નજર રહેશે. પરીક્ષાની કામગીરીની જવાબદારી શિક્ષણતંત્રના ૫૦૦ જેટલા કર્મચારીઓને સોંપાઇ છે.

શિક્ષણ બોર્ડ દ્વાર ગુજકેટની પરીક્ષા તારીખ ૨૬મી, શુક્રવારે સવારે ૧૦ થી ૪ કલાક દરમિયાન ભૌત્તિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન તેમજ મેથેમેટીક્સ વિષયની પરીક્ષા લેવાશે. ઓએમઆર પધ્ધતિથી લેવાનાર પરીક્ષાનો સમય દરેક વિષયનો એક કલાકનો રાખ્યો છે.

પરીક્ષામાં ગેરરીતિને કોઇ જ અવકાશ રહે નહી તે માટે સીસી કેમેરાની સાથે સાથે દરેક પરીક્ષાકેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટરના ૨૯ ઓબ્ઝર્વર પરીક્ષા દરમિયાન સ્ટેન્ડ ટુ રહેશે. ખંડ નિરીક્ષક, પાણી આપવું, સેવક, સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધી, પ્રશ્નપત્ર રિલીવર સહિતની કામગીરીમાં શિક્ષણતંત્રના અંદાજે ૫૦૦ જેટલા કર્મચારીઓને ફરજ સોંપી છે.

કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સ્થળ સંચાલકોને લીંબુ પાણી, ઓઆરએસ સહિતની સુવિધા રાખવા સુચના આપી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી ભરત વઢેરે જણાવ્યું છે.

ગુજકેટની પરીક્ષા આપતા જિલ્લાના ૬૨૦૫ વિદ્યાર્થીઓમાંથી ગર્લ્સની સરખામણીએ બોઇઝ સંખ્યા વધુ છે. પરીક્ષામાં ૩૮૪૧ બોઇઝની સામે ૨૩૬૪ ગર્લ્સ પરીક્ષા આપશે.તેમ જણાવાવમા આવ્યુ છે.આ માટે વ્યવસ્થા કરાઈ છે. વર્તમાન વિદ્યાર્થીઓ ભાવી કારકિર્દીને લઇને વધારે સંવેદનશીલ છે. આથી સાયન્સ લાઇન લેતી વખતે બી ગૃપને પ્રથમ પ્રાધાન્ય આપતા હોય તેમ બી ગૃપમાં નોંધાયેલા ૧૦૪૪ વધારે વિદ્યાર્થીઓની સંખ્યા પરથી લાગી રહ્યું છે.

ગુજકેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં એ ગૃપવાળા ૨૫૭૨ની સામે બી ગૃપવાળા ૩૬૧૬ વિદ્યાર્થીઓ છે.

Previous articleસિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ચંપલનું વિતરણ કરાયું
Next articleસાબરકાંઠા-બનાસકાંઠામાં સૌથી વધુ ગરમી પડશે