કતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવતી સિહોર પોલીસ ટીમ

1968

સિહોરના ઘાંઘલી ગામે સિહોર પોલીસ વોચ માં હતી તે દરમિયાન એક શંકાસ્પદ ઇડીક વિસ્ટા કાર નં.જીજે-૧૮-બીજે-૧૯૮૩ નીકળતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી એક ગૌવંશ વાછરડો કોઈપણ જાતના ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા વગર માત્રને માત્ર કતલખાને લઈ જવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક ગાડીમાં લઈ જતા બે શખ્સો માંથી એક ને દબોચી લીધો હતો ત્યારે તપાસ કરતા  આ શખ્સ નું નામઠામ પૂછતાં ફેજલ ઉર્ફે ગબબર ઇકબાલ ચુડેસરા ત્યારે સાથે રહેલ બીજા શખ્સ નું નામ અલતાફ ઉસ્માન ડોડીયા બન્ને રે.સિહોર જણાવેલ ત્યારે  વાછરડા ની કિંમત રૂ.૩૦૦૦ તથા ઇન્ડિકા વિસ્ટા ગાડી કી. રૂ.૫૫૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ જ્યારે આરોપી નં ૨ નાસી છૂટ્યો હતો.

આ અંગેની ફરિયાદ કુલદીપસિંહ ગોહિલ સિહોર પો.કો એ બન્ને વિરુદ્ધ પશુ અતિક્રમણ ધારા૧૧ડી, ઈ, એફ, એચ તથા નવાસુધારેલ પશુ અતિક્રમણ ૨૦૧૧ ની કલમ ૫, ૬, ૮, ૬છ ૬બી, એમ વી, એક્ટ ૬૬(૧)૧૭૧,૧૯૨ ,૯૧,૧૭૭તથા આઇપીસી૧૧૪ મુજબ સિહોર પોસ્ટે માં ફરિયાદ નોંધાવી હતી ત્યારે વધુ તપાસ સિહોર પોસ્ટે ના હે.કો.ટીલાવત ચલાવી રહયાછે.

Previous articleપાટણા ગામના લોકોએ પાણી માટે હાઇ-વે ચક્કાજામ કર્યો : સુત્રોચ્ચાર
Next article૪૧.૭ ડિગ્રીએ ભાવેણાવાસીઓ ગરમી શેકાયા