ખેરાલુમાં રાયડાના સેમ્પલ પાસ કરાવા માટે રૂ.૧૦૦૦ લેતા હોવાનો વીડિયો વાયરલ

479

રાજ્યમાં ખૂબ જ ચગેલા મગફળી કાંડ બાદ ફરી એક વાર ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગતો બહાર આવી હતી.

હવે રાયડાની ખરીદી અંગેના કૌભાંડનો વીડિયો વાયરલ થયો છે. તુવેર બાદ હવે રાયડાની ખરીદીમાં પણ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સેમ્પલ પાસ કરવાના માટે રૂ.૧૦૦૦ લેતા હોવાનો ખુલાસો થયો છે.

મહેસાણાના ખેરાલુમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે સેમ્પલ પાસ કરાવવા કટકી કરાતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જોકે, ખેડૂતોએ વીડિયો બનાવી કટકીનો પર્દાફાશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક સેમ્પલ ૧૦૦૦ રૂપિયા લેવાતા હોવાનો વીડિયો બનાવવામાં આવ્યો છે.

વીડિયોના આધારે ખેડૂતોએ સેમ્પલ પાસ કરાવવા માટે રૂ.૧૦૦૦ લેતા હોવાનો ખુલાસો કર્યો છે. ખરીદી અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પુરવઠા મામલતદારની ટીમ એપીએમપી દોડી આવી હતી.

Previous articleવીપીએમપી પોલીટેકનિક કોલેજમાં થેલેસેમીયા ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો
Next articleમધ્યાહ્ન ભોજન કેન્દ્ર પર જનતા રેડ, એક્સપાયરી ડેટવાળા તેલના ડબ્બા મળ્યા