ઇશાન ખટ્ટરની ડેબ્યૂ ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્‌સ ચીનમાં મે મહિનામાં રિલિઝ થશે

784

હાલ બોલિવૂડની ફિલ્મ ’અંધાધુન’ ચીનમાં ધૂમ કમાણી કરી રહી છે. શ્રીદેવી સ્ટારર ’ મોમ’ ફિલ્મ બાદ ઈશાન ખટ્ટરની ડેબ્યુ ફિલ્મ ’બિયોન્ડ ધ ક્લાઉડ્‌સ’ ચીનમાં મે મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઈશાનના ઓપોઝીટ રોલમાં એક્ટ્રેસ માલવિકા મોહનન હતી.

તમને જણાવી દઈએ કે, માજિદ મજીદી ઈરાની ડિરેક્ટર છે. માજિદે તેના ફિલ્મના કાર્યકાળ દરમ્યાન પ્રથમ હિન્દી ફિલ્મ એટલે કે ’બિયોન્ડ ધ ક્લાઉડ્‌સ’ બનાવી હતી. આ ફિલ્મ હિન્દીની સાથોસાથ અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ થઈ હતી. ઝી સ્ટુડિયોએ પ્રોડયૂસ કરેલી આ ફિલ્મની સ્ટોરી મુંબઈના સ્લમ વિસ્તારમાં ઉછરતાં ભાઈ (ઈશાન ખટ્ટર) અને બહેન (માલવિકા મોહનન)ની છે.

Previous articleભાવનગરમાં હત્યાની બાઉન્ડ્રી : વિઠ્ઠલવાડીમાં યુવાનની હત્યા
Next articleભારતમાં ‘એવેન્જર્સ એન્ડગેમ’ની રેકોર્ડ બ્રેક કમાણી, ૨ દિવસમાં ૧૦૦ કરોડને પાર