હોટ ડ્રેસ પહેરી લીધા બાદ ખુશી કપુર ટ્રોલ : અહેવાલ

650

સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી ખુશી હાલમાં ભારે ચર્ચા હેઠળ આવી ગઇ છે. તાજેતરમાં જ એક  હોટ ડ્રેસ પહેરીને તે નજરે પડી હતી. જેમાં તે બોલિવુડની હોટ સ્ટારથી ઓછી લાગી રહી ન હતી. ખુશીના આ લુકને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. ઇન્ટરનેટ પર તમામે તેની પ્રશંસા કરી છે. તે બાકીના સ્ટાર કિડ્‌સને હોટ લુકના મામલે પાછળ છોડી રહી છે. એમ લાગે છે કે ખુશીના હોટ લુકને લોકો પસંદ કરી રહ્યા નથી. લોકો દ્વારા ખુશીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.શ્રીદેવીને પણ લોકો વચ્ચે ખેંચી રહ્યા છે. કેટલાક લોકોએ ટિપ્પણી કરતા કહ્યુ છે કે શ્રીદેવીના નિધન બાદ ખુશી ખોટા હાથમાં આવી ગઇ છે. કેટલાક ટ્રોલર્સે તો અહીં સુધી કહ્યુ છે કે ખુશીએ આ પ્રકારના વસ્ત્રો પહેરવા જોઇએ નહીં. તેમનુ કહેવુ છે કે આ પ્રકારે અક્સપોઝ કરવાની કોઇ જરૂર દેખાઇ રહી નથી. એક ટ્રોલરે કહ્યુ છે કે આખરે આ કલાકારોને એમ કેમ લાગે છે કે બોડી દર્શાવશે તો રાતોરાત સુપરસ્ટાર બની જશે. પરંતુ માનવુ પડશે કે ખુશી જાન્હવી કરતા વધારે ખુબસુરત છે. એક ટ્રોલરે કહ્યુ છે કે આજે શ્રીદેવી રહી હોત તો પોતાની પુત્રીને આ પ્રકારના ડ્રેસ પહેરતા પહેલા રોકી દીધી હોત. અત્રે નોંધનીય છે કે ખુશી પહેલા જાન્હવી કપુર પણ અનેક વખત ટ્રોલ થઇ ચુકી છે.

જાન્હવી જ નહી બલ્કે તેના ભાઇ અર્જુન કપુરને પણ કેટલાક વખત ટ્રોલ કરવામાં આવ્યાછે. તાજેતરમાં જ તેને ટ્રોલ કરનાર વ્યક્તિને અર્જુન કપુરે ફટકાર લગાવી હતી. અર્જુન કપુરે કહ્યુ હતુ કે કોઇ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા કોઇ પ્રયાસ મિડિયા દ્વારા કરવા જોઇએ નહીં. ખુશી બોલિવુડમાં પ્રવેશ કરવા માટેની યોજના બનાવી રહી છે તેમ પણ કેટલાક લોકો હવે માની રહ્યા છે. જો કે બોલિવુડમાં તેના નજીકના લોકો આ અહેવાલને રદિયો આપી રહ્યા છે.

Previous articleઓનલાઇન ફૈન વિદ્યુત જામવાલને નિકોલજ કોસ્ટરના દેશી સંસ્કરણના રૂપમાં સમર્પિત કરે છે!
Next articleસોનમ કપુર મોટી ભૂમિકાઓ ધરાવતી ફિલ્મો કરવા ઇચ્છુક