બોરડીગેટ-જવાહર કોલોનીમાંથી ઇગ્લીંશ દારૂ સાથે એક ઝડપાયો

617

આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાનરમાં દારૂ/જુગારની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તથા ઈમ્તીયાઝખાન પઠાણને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે બોરડી ગેટ પાછળ જવાહર કોલોની માં આવેલ ગોડાઉનમાં માલીકની જાણ બહાર વિમલ ઉર્ફે કેતન લલીતભાઇ સોલંકી રહે. ભાવનગર બોરડીગેટ મહાત્મા ગાંઘી સોસાયટી વાળાએ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. તે હકિકત આઘારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન વ્હીસ્કીની બોટલ નંગ-૫૬ ડ્રાયજીન પ્રિમીયમ બોટોલ નંગ-૨૧ કુલ બોટલ નંગ-૭૭ કુલ રૂ. ૨૩,૧૦૦/- નો મુદામાલ મળી આવતા ઘોઘારોડ  પો.સ્ટે.માં પ્રોહીબીશન મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.

આ કામગરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એન.બારોટ પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના પરાક્રમસિંહ ગોહિલ, ભયપાઇસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ સરવૈયા, ઇમ્તીયાજ પઠાણ, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, અરવિંદભાઇ પરમાર, ચિંતનભાઇ મકવાણા  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleદુષ્કર્મના ફરાર આરોપીને એલસીબીએ મહુવાથી ઝડપ્યો
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી