મહાનગર પાલિકાના સ્ટેડિંગ કમિટી ચેરમેન પદે દેવેન્દ્ર સિંહ ચાવડાની વરણી

632

મેયરની ચૂંટણી વિવાદી બની અને મામલો ન્યાયાધિન બન્યા પછી ૫ મહિને મેયર અને ડેપ્યુટી મેયરે સત્તાના સુત્રો સંભાળ્યા પછી હવે સ્થાયી સમિતિના ચેરમેનની નિયુક્તિ કરવા માટે મહાપાલિકા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીની મંજુરી લઇને ગુરુવારે સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમા ગાંધીનગર મહાનગર પાલિકાના સ્ટેડિંગ કમિટી ચેરમન પદે દેવેન્દ્ર સિંહ ચાવડાની વરણી થઇ છે.

મનપા સ્થાયી સમિતિના સભ્યોમાં કોણ કોણ હતાઃ મનપાની સ્થાયી સમિતિના સભ્યોમાં બરખાબેન જહા, પ્રિતિબેન દવે, નીલાબેન શુકલા, હર્ષાબા ધાંધલ, પ્રવિણાબેન દરજી, પ્રવિણાબેન વોરા, પૂર્વ ડેપ્યુડી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ડેપ્યુટી મેયર કાર્તિકભાઇ પટેલ, નીતીનભાઇ પટેલ, નરેશભાઇ પરમાર, ધીરૂભાઇ ડોડિયા અને પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલનો સમાવેશ છે.

ચેરમેનના નામનું સસ્પેન્સ જાળવી રખાયુંઃ સ્થાનિક ભાજપે નામનું સસ્પેન્સ જાળવી રાખ્યુ હતુ અને પ્રદેશમાંથી જેના નામનો મેન્ડેટ આવશે, તે સભ્ય જ ચેરમેન બનશે તેવા જવાબ અપાયા હતા. ત્યારે આ પદ્દ માટે નરેશ પરમાર, મહિલાઓમાંથી બરખાબેન જ્હા જ્યારે અન્ય નામોમાં કાર્તિક પટેલ, દેવેન્દ્રસિંહ ચાવડા, નીતિન પટેલ અને મનુ પટેલના નામો ચર્ચામાં રહ્યા હતા.

શહેર ભાજપ પ્રમુખ પદનું પણ કનેક્શનઃ બ્રહ્મ સમાજને શહેરમાં કોઇ એક હોદો આપવો પડે તેવી વાતે જોર પકડ્‌યું છે. જો મહાપાલિકામાં મહત્વનો હોદો ન મળે તો આગામી સમયમાં મહાનગર ભાજપનુ પ્રમુખ પદ આપવું પડશે. ત્યારે ક્ષત્રિય અને બ્રહ્મ સમાજને ચેરમેન પદ નહીં આપીને સીડ્‌યુલ કાસ્ટના સભ્યની પણ પસંદગી કરાવવા મથામણ થઇ રહી છે.

Previous articleપશુપાલકોને રાહત… અછતની સ્થિતિમાં પણ ઘાસચારાનું વાવેતર વધ્યું
Next articleગુજરાતમાં ગરમીનું પ્રમાણ અકબંધ : પારો ૪૨થી ઉપર