રાજુલાના હિંડોરણા, બારપટોળી સહિતનાં પાણી પ્રશ્ને પ્રભારીમંત્રી સમક્ષ રજુઆત

510

રાજુલા તાલુકાના વિવિધ પાણીના પ્રશ્નો બાબતે અમરેલી ખાતે રૂબરૂ પ્રભારીમંત્રીને રજુઆત કરી પાણીના પ્રશ્નો હલ કરવા ચર્ચાઓ કરી હતી.

રાજુલા તાલુકાના હિંડોરણા, બારપટોળી ગામમાં પાણી મળતું નથી જે મળે છે તે અપૂરતું અને અનિયમિત મળે છે તો દેવકા ખાંભલીયામાં પાણીનો ટાંકો બનાવી નર્મદાનું પાણી નિયમિત સ્ટોર કરવું જોઇએ.રીંગણીયાળા સહિતના ગામોમાં પૂરતા ફોર્સથી પાણી મળતું નથી. કોવાયામાં કુંવાનું મો પોળું પાણી આપવાની ફરજ પડે છે આથી ગ્રામજનો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. ભયાદર કડિયાળી ઉંડા કરવા જરૂરી છે કેનાલના કામમાં ગેરરિતી ચાલી રહી છે. ઝડપી કામ પૂર્ણ કરી યોગ્ય ગુણવત્તાનું કામ કરવું જરૂરી છે.

આ તમામ પાણી કેનાલના પ્રશ્નો બાબતે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી  તાલુકા પંચાયત પ્રમુખ મસુબેન બારૈયા અરજનભાઇ વાઘ, અરજણભાઇ લાખણોત્રા ભોળાભાઇ લાડુમોર, નાજાબાઇ પિંજર સહિતનાએ પ્રભારી મંત્રી ્‌આરસી ફળદુ ને રૂબરૂ રજુઆત કરી ઉકેલ લાવવા માંગણી કરી હતી.

Previous articleબાબરાના દરેડ રોડ પર કારની અડફેટે બાઇક ચાલકનું મોત
Next articleશનિ અમાવસ્યા નિમિત્તે દર્શનાર્થીઓની ભીડ