પાટણ જિલ્લાની ૮૧૧ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા વધારવા રાત્રિ સભાઓ કરાશે

583

પાટણ જિલ્લામાં સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યામાં વધારો કરવા અને ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણમાં સ્થાપિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક લોકજાગૃતિ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે અને જે અંતર્ગત ચાર દિવસમાં જિલ્લાની ૮૧ પ્રાથમિક શાળાઓમાં રાત્રી દરમ્યાન વાલીઓની સભા બોલાવી શિક્ષણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

જિલ્લામાં દર વર્ષે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા ઘટતી જઇ રહી છે તો ડ્રોપ આઉટ બાળકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થતાં જિલ્લા માટે શિક્ષણનું સ્તર ચિંતાજનક બનતા જિલ્લા શિક્ષણ તાલીમ વિભાગ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ૮૧૧ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યામાં વધારો થાય તે માટે વેકેશન દરમ્યાન વાલીઓ સાથે સંપર્ક કરવા માટે પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે જેમાં જિલ્લા શિક્ષણ તંત્રના સ્ટાફની ટીમો બનાવી શાળા દીઠ પ્રતિનિધિ દ્વારા રાત્રી દરમ્યાન આચાર્ય અને એસએમસીના સભ્યો સાથે મળી વાલીઓની સભા કરાશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બાબુભાઇ ચૌધરીએ જણાવ્યું કે વાલીઓમાં અવેરનેશ માટે ડ્ઢર્ડ્ઢં સહીતના અધિકારીઓ મળી સતત ૪ થી ૭ મે સુધી ચાર દિવસ દરમ્યાન રોજની ૨૦૨ શાળાઓમાં ૭ થી ૯ દરમ્યાન સભાઓ યોજી વાલીઓ સાથે સીધો સંવાદ કરી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું.

Previous articleહેડ કોન્સ્ટેબલનું માથું ટ્રક નીચે આવતા હેલ્મેટ સાથે ચગદાઈ ગયું
Next articleઆશાસ્પદ પરિબળ વચ્ચે સેંસેક્સ તેજી સાથે આગળ વધવાના સંકેતો