ધરોઇ ડેમનું રોજ ૧૭ કરોડ લીટર પાણી બાષ્પીભવન થાય છે

642

ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઇ ડેમમાં આ વર્ષે માત્ર જુલાઈ મહિના સુધી જ ચાલે તેટલું પાણી પુરવઠો સંગ્રહિત છે. જો,ચોમાસામાં ઉપરવાસના વિસ્તારોમાંથી પાણીની આવક ના થાય તો આવનાર દિવસો પ્રજા માટે કપરાં બની રહે તેવી સંધાવના છે. વળી, ઉનાળાએ બનાવેલ રૌદ્રસ્વરૃપને કારણે આ વખતે દૈનિક ૧૭ કરોડ લીટર પાણી ડેમમાંથી બાષ્પીભવન થઈ જતું હોવાની ચોંકાવનારી હકિકત સામે આવતાં કુદરત આગળ તંત્ર જાણે લાચાર બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

ધરોઇ ડેમમાંથી અગાઉ સિંચાઇ માટે અપાતું પાણી હાલ સદંળર બંધ કરી દેવાયું છે. કેમ કે ગત વર્ષે ચોમાસાની ઋતુમાં રાજસ્થાન અને ઉ.ગુજરાતમાં વરસાદ ઓછો પડયો હોવાથી ધરોઇ ડેમમાં પાણીના તળ પાછલા ૭ વર્ષમાં સૌથી નીચે રહ્યા છે. હાલ ડેમમાં ૬૧૧૧ એમસીએફટી એટલે કે ૧૯ ટકા જ પાણીનો જથ્થો સંગ્રહિત છે. જેમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ૧૬.૫૦ લાખ લોકોને પીવાના પાણી પેટે દૈનિક ૧૯ કરોડ લીટર પાણી પુરૃ પાડવામાં આવી રહ્યું છે. બજી તરફ સૂર્યનારાયણના પ્રકોપે આ ડેમમાંથી આ વર્ષે રોજનું ૧૭ કરોડ લીટર પાણી વરાળ બનીને ઉડી જતું હોવાનું અનુમાન છે.

જે સામાન્ય દિવસો કરતા ૪૦ ટકા વધારે છે.અલબત, પીવાના પાણીની સમસ્યા જુલાઈ સુધી થાય તેમ નથી પરંતુ જો વરસાદ ખૈચાય અને ઉપરવાસના વિસ્તારોમાંથી ધરોઇ ડેમમાં પાણીની આવક યોગ્ય પ્રમાણમાં ન થાય તો પાણીની ગંભીર સર્જાય તેવી વકી છે. નોંધનીય છે કે વર્ષે ૨૦૧૫ થી ૧૭ સુધીના સમયગાળામાં ધરોઇ ડેમ છેલોછલ ભરાયું હતું. ડેમમાંથી અમદાવાદને દૈનિક ૨૦ ક્યુંસેક પાણી છોડવામાં આવતું હતુ. જેકે આ વર્ષે ધરોઇ ડેમમાં પાણીની સમસ્યા વિકટ બની હોવાથી ખેડુતોને અપાતું સિંચાઇનુ પાણી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

ધરોઇ ડેમમાં હાલ ૧૯ ટકા પાણી સંગ્રહીત છે જેમાં થી મહેસાણા ,પાટણ અને બનાસકાંઠા ૯ શહેરો અને ૫૩૮ ગામડાના ૧૬.૫૦ લાખ લોકોને ઇન્ટેકવેલ ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કરીને પાઇપલાઈનથી દૈનિક ૧૯ કરોડ લીટર પાણીનું શુધ્ધ પાણી આપવામાં આવે છે.

ધરોઇ ડેઢમમાં જુલાઇ ૨૦૧૯ સુધી જ પીવાનું પાણી ચાલે તેટલો પાણી સંગ્રહિત છે જો  આગામી ચોમાસુ નિષ્ફળ નિવડે અને ઉપરવાસના વિસ્તારોમાંથી ડેમમાં પાણીની આવક ઓછી રહે તો ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની ગંધીર સમસ્યા સર્જાય તેમ છે. જેના કારણે આ મામલે રાજય સરકાર તાકિદે નિર્ણય કરી ધરોઇ ડેમમાં અન્ય યોજનાઓ થકી પાણી છોડવા આગોતરૃ આ યોજન કરે તે જરૃરી છે.

સાબરમતી નદી પર બનાવાયેલ ધરોઇ ડેમ ઉપર ઉત્તર ગુજરાતના લાખો લોકો નભી રહ્યા છે. આ પંથકમાં નર્મદા યોજનાનો ઓછો લાભ મળ્યો છે. ડેમમાં પાણીના તળ નીચે જતાં હાલનો સાબરમતી નદીમાં છોડવામાં આવતા સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીમાં કાપ મુકાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે પરિણામે અત્યારે સાબરમતી નદી સુકીભઠ ભાસી રહી છે.

Previous articleરવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા જાડેજાની વરણી
Next articleયોજનાને ૩ વર્ષ થયા, ઉત્તર ગુજરાતમાં એક પણ ગામ સ્માર્ટ વિલેજ બની શક્યું નથી