ગાંધીનગરની ડ્ઢઁજી સ્કૂલના ડોનેશન અને ફીના ઉઘરાણા મામલે હ્લઇઝ્રની મોટી કાર્યવાહી

564

ગાંધીનગરના કોબા સર્કલ પાસે આવેલી ડીપીએસ સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ કાયદાના નિયમો અને સુપ્રિમ કોર્ટના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરાતાં એફઆરસીએ સ્કૂલ સામે લાલઆંખ કરી છે.

અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમીટિએ ડીપીએસ સ્કૂલને નોટીસ ફટકારી દંડનાત્મક પગલા ભરવાની ચિમકી ઉચ્ચારી છે. એફઆરસીએ સ્પષ્ટ શબ્દમાં કહ્યુ છે કે, સ્કૂલ દ્વારા નિયમો તોડી ખોટી રીતે એક ટ્રસ્ટના માટે ડોનેશનલ ઉઘરાવવામાં આવે છે.

એટલુ જ નહી, વર્ષ-૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ની વાલીઓએ જે વધારાની ફી ભરી છે તે રિફંડ અથવા તો મજરે આપવાના બદલે ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષની ફી ભરવા વાલીઓને દબાણ કરાઈ રહ્યું છે. જેથી સ્કૂલની આ ગેરરીતિ સામે શિક્ષાત્મક પગલા કેમ ના ભરવા તેની સ્પષ્ટતા એફઆરસીએ માગી છે.

એફઆરસીએ નોટીસમાં કહ્યું છે કે, વાલીઓ સામે દંડાત્મક કાર્યવાહીના કરવી અને એફઆરસીએ કરેલ ફી ઓર્ડરને ગ્રાહ્ય રાખવાનો સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં ૭ વાલીઓની ફરિયાદ મળી છે કે, ડીપીએસ સ્કૂલ દ્વારા ભોલારામ એજ્યુકેશન ટ્રસ્ટના નામે રૂ.૩૫ હજારનું ડોનેશનલ ઉઘરાવવામાં આવે છે.

જોકે આ ટ્રસ્ટ ભાડુઆત હોવાથી તેના નામે કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાય નહી. આ સિવાય અગાઉના વર્ષમાં વાલીઓએ એફઆરસીએ કરેલ ફી ઓર્ડર કરતાં વધુ ફી ભરેલી છે. જેથી એ વધારાના નાણા વાલીઓને રિફંડ આપવાના થાય છે અથવા તો આગળની ફીમાં મજરે આપવાના થાય છે.

તેમ છતાં સ્કૂલ દ્વારા એ ફી પરત કરવાના બદલે ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષના પ્રથમ ક્વાર્ટરની ફી ભરવા વાલીઓને એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. આમ સ્કૂલે આ પ્રકારની હરકત દ્વારા કાયદાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

Previous articleગાંધીનગરમાં ૩૩ વેપારીને ત્યાં દરોડા છતાં તંત્રને કાર્બાઈડ ન મળ્યું!
Next articleપાટનગરમાં નાઈટ વોકિંગ કરવા ગયેલી મહિલા ડોક્ટરની છેડતી, યુવતી રોમિયોને ઢસડી રોડ પર લઈ ગઈ