વર્લ્ડ કપ પહેલા ખરાબ સમાચાર, વેસ્ટ ઇન્ડીઝના આ ‘મહાન ખેલાડી’નું નિધન!

671

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ પહેલા વેસ્ટ ઇન્ડીઝ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તેના મહાન બેટ્‌સમેન સિમોર નર્સનું લાંબી બિમારી પછી નિધન થયું છે. સોમવારે નર્સે અંતિમ શ્વાસ લીધા હતા. તે ૮૫ વર્ષના હતા. નર્સ પોતાની બે જોડીયા પુત્રી સાથે બાર્બાડોસમાં રહેતા હતા. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી ડેસમંડ હેન્સે ફેસબુક પોસ્ટ દ્વારા સિમોર નર્સના નિધનની જાણકારી આપી હતી. ડેસમંડે હેન્સે લખ્યું હતું કે મારા કોચ મારા ગુરુ, અમે બધા આ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ. અમે તેના જેમ ચાલવું, બેટિંગ કરવી અને વાત કરવાનો પ્રયત્ન કરતા હતા. તેમણે જે પણ અમારા માટે કર્યું છે તેનો આભાર. તમારા આત્માને શાંતિ મળે.

નર્સે ૧૯૬૦માં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ કર્યું હતું. નર્સે ૨૯ ટેસ્ટમાં ૬ સદી અને ૧૦ અડધી સદી ફટકારી હતી. નર્સે ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચ ટેસ્ટમાં ૫૦૧ રન બનાવ્યા હતા અને ૧૯૬૭માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પસંદ થયા હતા.

નર્સને ચોથી ઇનિંગ્સના બેટ્‌સમેન માનવામાં આવતા હતા. ચોથી ઇનિંગ્સમાં તેમની એવરેજ ૭૨.૪૦ રહી હતી.

નર્સે નિવૃત્તિ લીધા પછી બાર્બાડોસની પસંદગીકાર અને ટીમ મેનેજરની ભૂમિકા નિભાવી હતી. તે બાર્બાડોસ રાષ્ટ્રીય ખેલ પરિષદના કોચ પણ રહ્યા હતા. નર્સની કોચિંગમાં જ વેસ્ટ ઇન્ડીઝને ઘણા મહાન ખેલાડી મળ્યા છે. મેલ્કમ માર્શલ,જોએલ ગાર્નર, રોલેન્ડ હોલ્ડર,શેરવિન કેમ્બલ અને ડ્‌વેન સ્મિથ જેવા ખેલાડીઓ નર્સ પાસેથી જ ક્રિકેટના પાઠ શીખ્યા હતા.

સિમોર નર્સ એક શાનદાર ફૂટબોલર પણ હતા. તે બાર્બાડોસની ટીમનો ભાગ પણ રહ્યા હતા જોકે પગની ઈજાના કારણે તેણે ફૂટબોલ છોડીને ક્રિકેટ અપવાની હતી.

Previous articleમોદી અને અમિત શાહનો ડ્રિમ પ્રોજેક્ટ પૂર્ણ થવાની તૈયારીમાં, ૮૦ ટકા કામ પૂર્ણ
Next articleહું હજુ ૨૧ વર્ષનો, મેચ્યોરિટી આવતાં વાર લાગશેઃ ઋષભ પંત