ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી બોરતળાવ પોલીસ

1037

બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ કે.એમ.રાવલ અને ડી.સ્ટાફના માણસો હેડ કોન્સ જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, એસ.એમ.સૈયદ હિરેનભાઇ મહેતા, ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ સૈયદ એ.એસ.આઇ. ડી.એ.વાળા, પો.કોન્સ કુલદિપસિંહ નિકુલદેવસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં ચોરીના ગુન્હાના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન પહિરેનભાઇ મહેતા અને ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા નાઓને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, એક ઇસમ બોરતળાવ, મફતનગર, ફીલ્ટરની ટાંકી, ઢોરા પાસે, શંકાસ્પદ મો.સા. સાથે ઉભો છે, તેવી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ સદર વર્ણનવાળો ઇસમ મળી આવતા જેનુ નામ-ઠામ પુછતા રાજુભાઇ ધીરૂભાઇ વેગડ જાતે-કોળી ઉ.વ.૨૪ રહે-ફીલ્ટરની ટાંકી પાસે, ખોડીયાર ચોક, ભાવનગરવાળો હોવાનુ જણાવેલ. જેને યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ભાગી પડેલ અને કબુલાત કરેલ કે, તા. ૦૫/૦૫/૧૯ના રોજ જવેલ્સ સર્કલ ગૌરીશંકર સોસાયટીમાંથી હીરો હોન્ડા સ્પલેંન્ડર ચોરી કરેલ હોવાનુ જણાવેલ. આ કામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. થયેલ હોય જે ડીટેકટ થવા પામેલ છે અને મુદ્દામાલ રિકવર કરેલ છે.

Previous articleરાજુલામાં પરશુરામ જન્મજયંતિની ભવ્ય ઉજવણી યુવાનો – બહેનો શોભાયાત્રામાં જોડાયા
Next articleબ્રેઇન ડેડ જાહેર કરાયેલા રતનપરનાં વૃદ્ધાનું લીવર અને કિડનીનું અંગદાન