લોકોને પાણી, પશુઓને ઘાસચારાની માંગ સાથે સિહોર કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું.

569

ઉનાળો શરૂ થતા જ સરકાર ની અણઆવડત છતી થઇ રહી છે સિહોર શહેર અને તાલુકા મા પીવાના પાણી ની મુશ્કેલીઓ જણાઇ રહી છે સરકાર દવારા આ અંગે બેદરકારી દાખવાઇ રહી છે તેમજ સિહોર શહેર અને તાલુકા ના પશુઓ ઘાસચારા ની વ્યવસ્થા ના અભાવે મરી રહયા છે અને  લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહયા છે કાળજાળ ગરમી મા લોકો એક એક પાણી ના ટીપા માટે તરસી રહયા છે સાથે તાલુકા વિસ્તારમાં પણ માનવીઓ સાથે પશુઓ ની હાલત પણ દયનીય છે માલઢોર પાણી અને ઘાસચારા  વગર મરી રહયા છે જે બચાવવા પશુપાલકો હિજરત કરી રહયા છે પણ નવાઈ ઇ વાત ની છે કે સરકાર કે તંત્ર ને જાણે કોઈ જ જાણ ન હોય તેમ તે પોતાની સતા મા મદ છે આ ગંભીર સમસ્યા ને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાની સુચના અનુસાર  સિહોર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દવારા આજરોજ  તા.૯/૫/૨૦૧૯ ને ગુરૂવાર ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ તથા સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ગોકુળભાઇ આલની આગેવાની હેઠળ  મામલતદાર કચેરી ખાતે રજુઆત કરી  આવેદન પત્ર પાઠવાયુ અને તંત્ર ને સમસ્યા થી અવગત કરી રજુઆત કરવામાં આવી તો આ આવેદનપત્ર આપવા મિલનભાઇ કુવાડીયા, અમિતભાઇ લવતુકા,જયરાજસિંહ મોરી,  મુકેશભાઈ જાની, કિરણભાઈ ઘેલડા, સુરાભાઇ કરમટીયા, ઇકબાલભાઇ સૈયદ, ગોવિંદભાઇ મોરી,સુભાષભાઈ રાઠોડ, રાજુભાઈ ગોહેલ,કેતનભાઇ જાની, કેતનભાઇ મહેતા,નીતિનભાઈ ઘાંઘળી, આરીફભાઇ ખોખર સાથે શહેર અને તાલુકા કોંગ્રેસ ના આગેવાનો, પદાધીકારીઓ, કાયઁકરો હાજર રહયા હતા.

Previous articleનશાની હાલતે યુવક પુલ પરથી નીચે પટકાતા મોત
Next articleસણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ ઉજવાયો