ઈંગ્લેન્ડના ફેન્સ ક્લબે વોર્નરની મજાક ઉડાવી, ફોટા પર ‘ચીટ્‌સ’ લખ્યું

683

ઈંગલેન્ડના ફેન્સ ક્લબ બાર્મી-આર્મીએ વર્લ્ડ કપ પહેલા બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની મજાક ઉડાવી છે. બાર્મી-આર્મીએ તેમના ઓફિશીયલ ટ્‌વીટર હેન્ડલથી એક તસવીર શેર કરી છે. જેમાં વોર્નરના ટી-શર્ટ પર ચીટ્‌સ(ગદ્દાર) લખેલું છે.

ટી-શર્ટના જે હિસ્સા પર ચીટ્‌સ લખ્યું છે તેના પર પહેલા ઓસ્ટ્રેલિયા લખેલું હતું. બાર્મી-આર્મીએ વોર્નર સાખે નાથન લિયોન અને મિશેલ સ્ટાર્કની તસવીર પણ મુકી હતી.

આ ફોટામાં બન્ને ખેલાડીઓના હાથમાં બોલની જગ્યાએ ટોઈલેટ પેપર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપમાં ૨૫જૂનના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે.

વર્લ્ડ કપ ૩૦મેથી ૧૪ જૂલાઈ સુધી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટ બાદ બન્ને ટીમો વચ્ચે ઈંગ્લેન્ડમાં જ એશીઝ સિરીઝ પણ રમાશે.  બાર્મી- આર્મીના આ ટ્‌વીટ પર ઓસ્ટ્રેલિયાની ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ વર્લ્ડ કપમાં આ પ્રકારના સ્વાગતથી હેરાન નહીં થાય. અમે આ સ્વાગત માટે તૈયાર છીએ. વર્લ્ડ કપમાં આવો વિવાદ થયો છે, પરંતુ હવે એશીઝ સિરીઝમાં આ પ્રકારની વાત વધુ થશે.

Previous articleરિષભ પંત યુવા ખેલડીઓમાં શ્રેષ્ઠ ‘ફિનિશર’ છેઃ પૃથ્વી
Next articleવિશ્વ કપ પહેલા સ્મિથની ધમાકેદાર ઈનિંગ, ઓસિ.એ ન્યૂઝીલેન્ડ સામે જીતી સિરીઝ