આઈપીએલ-૨૦૧૯ ફાઇનલઃ ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે આજે કાંટાની ટક્કર

773

ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે આઈપીએલ સીઝન ૧૨ની ફાઇનલનો મુકાબલો આજે હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલની ૧૦ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે અને તે ૮ વાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. આમાંથી ૩વાર તે ચેમ્પિયન બની છે. તો મુંબઈ ઇન્ડિયન્સ પાંચમીવાર ફાઇનલમાં પહોંચી છે. તેણે ૩ વાર ફાઇનસ જીતી છે. આઈપીએલમાં આ ચોથીવાર હશે જ્યારે મુંબઈ અને ચેન્નઈ ફાઇનલમાં સામ-સામે ટકરાશે.

આઈપીએલ ફાઇનલની વાત કરીએ તો મુંબઈનું પલડું ભારે રહ્યું છે. ફાઇનલમાં અત્યાર સુધી મુંબઈ ૨ અને ચેન્નઈ ૧વાર જીત મેળવવામાં સફળ રહી છે. મુંબઈએ પહેલી ક્વૉલિફાયરમાં ચેન્નઈને હરાવ્યું હતુ. મહેન્દ્ર સિંહ ધોનીની આ નવમી આઈપીએલ ફાઇનલ હશે. આ સીઝનમાં મુંબઈએ ૩વાર ચેન્નઈને હરાવ્યું છે, જેમાં બે લીગ મેચ અને એક ક્વૉલિફાયર મુકાબલો સામેલ છે.

મુંબઈએ ચેન્નઈ સામે ૨૦૧૦ આઈપીએલ ફાઇનલ ગુમાવી હતી, તે સમયે ટીમનાં કેપ્ટન સચિન તેંડુલકર હતા. ત્યારબાદ મુંબઈની ટીમે ૨૦૧૩ અને ૨૦૧૫ની આઈપીએલ ફાઇનલમાં ચેન્નઈને હરાવ્યું છે, તે દરમિયાન રોહિત શર્મા મુંબઈની ટીમનો કેપ્ટન હતો. મુંબઈ ઇન્ડિયન્સ પાસે રોહિત શર્મા અને ક્વિંટન ડી કૉકની શાનદાર ઑપનિંગ જોડી છે. તો મધ્યક્રમમાં સૂર્યકુમાર યાદવે ટીમને ઘણીવાર સંભાળી છે. તો અંતિમ ઑવર્સમાં રન બનાવવામાં હાર્દિક પંડ્યા ટીમને મદદ કરી રહ્યો છે. આ ઉપરાંત કીરૉન પૉલાર્ડ જેવો હિટર પણ મુંબઈ પાસે છે. બૉલિંગમાં જસપ્રિત બુમરાહ અને લસિથ મલિંગા અંતિમ ઑવરમાં ખતકનાક સાબિત થઈ શકે છે.

બેટિંગમાં ચેન્નઈ પાસે સારા અને મોટા નામ છે, પરંતુ તેઓ એકધાર્યું સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. શેન વૉટસન, સુરેશ રૈના, ફેફ ડુ પ્લેસિસ, ડ્‌વેન બ્રાવો, અંબાતી રાયડૂ અને મહેન્દ્ર સિંહ ધોની એવા બેટ્‌સમેન છે જે પિચ પર ઉભા રહી જાય તો ભલભલા બૉલર્સને ધોઈ શકે છે. બૉલિંગમાં હરભજન સિંહ અને ઇમરાન સિંહ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તો ઝડપી બૉલર દીપક ચહર અને બ્રાવો પણ સારો પ્રદર્શન કરીને મહત્વની વિકેટે અપાવી શકે છે.

ચેન્નાઇ સુપરકિંગ્સઃ શેન વોટ્‌સન, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, એમએસ ધોની(કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વિકેટકીપર), ડવેન બ્રાવો, દિપક ચહર, હરભજન સિંહ, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિર

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, , રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા

Previous articleઆઈપીએલમાં ૧૫૦ વિકેટ ઝડપી હરભજન બન્યો ૩જો ભારતીય બોલર
Next articleઆઈપીએલ ચેમ્પિયન કોઈપણ બને, ઓરેન્જ કેપ તો વોર્નરને મળશે