દલિતોના વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તેના માટે સરકાર કટિબદ્ધ છે : પ્રદિપસિંહ

0
384

દલિતો પર હુમલા મામલે પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દલિતોના વરઘોડાને રોકવાને લઇને થઇ રહેલા હુમલાઓ ખુબ જ દુઃખદ વાત છે. આ મામલે રાજ્યની પોલીસ યોગ્ય કાર્યવાહી કરીને દોષિતોને સજા કરશે. તાજેતરમાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર મામલે પોલીસે ૫ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે.

પ્રદિપસિંહે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં બનેલી ઘટનાઓમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન પણ સીએમની સૂચનાથી ડે.સીએમએ કરાવ્યું છે. પ્રદિપસિંહ જાડેજાએ કડીના લ્હોર ગામે દલિતોના વરધોડાની વાત કરતા જણાવ્યું હતું કે, જેવી અમને ઘટનાની માહિતી મળી કે તરત અમે તેના પર પગલા ભરી કડીમાં પુરતો બંદોબસ્ત ગોઠવાયો હતો, અને વાજતે ગાજતે દલિત યુવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તો સીતવાડામાં પણ પોલીસે સક્રિય ભૂમિકા ભજવી હતી.

પ્રદિપસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દલિતોના વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તેના માટે સરકાર પુરેપુરી કટિબદ્ધ છે. ગુજરાત સરકાર દલિતોની પડખે છે, માટે તેમને જરાયે ચિંતા કરવાની જરૂર નથી. તો પ્રદિપસિંહે ગુજરાત બાદ પશ્ચિમ બંગાળમાં થઇ રહેલા હુમલાઓને વખોડતું એક નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી પરવાનગી લઈને નીકળી હતી. તેમ છતાં અમિત શાહ પર હુમલો થયો હતો. તેમને કહ્યું કે, ટીએમસીના કાર્યકરોએ રેલી પર હુમલો કરી આગજની કરી હતી. અમિત શાહ અને તેમની રેલી પરનો હુમલો વખોડવા લાયક ગણાવ્યો હતો.

પ્રદિપસિંહે પશ્ચિમ બંગાળમાં મમતાદીદી હાર ભાળી ગયા છે, જેના કારણે તેમના ઇશારે ટીએમસીના કાર્યકરો દ્વારા આવા હુમલાઓ કરાવવાનો આરોપ મૂક્યો હતો. મંગળવારે જે ભાજપાની રેલી પર થયેલો હુમલો નિંદનિય અને અયોગ્ય ગણાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here