ભાવ. યુનિ. દ્વારા નવા બનાવાયેલા હોકી ગ્રાઉન્ડમાં ખેલાડીઓને તાલીમ

717

ભાવનગર માં ૧૯૮૫ પછી ફરી એક વખત હોકી ની રમત ને ભાવનગર યુનિવર્સીટી દ્વારા પુનઃ જીવિત કરવાંમાં આવી છે ભાવનગર યુનિવર્સીટીમાં ખાલી પડેલી જગ્યા માં ૩ માસ ની ભારે જહેમત બાદ એક ખાસ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. ભાવનગર યુનિવર્સીટી દ્વારા આ વર્ષે પ્રતહામ વખત આ રમતને પ્રાધાન્ય આપી ને અહીં સમર કેમ્પ યોજવામાં આવ્યો છે અહીં શાળા થી લઇ ને માધ્યમિક સ્કૂલ અને કોલેજ સુધીના ખેલાડીઓ હાલ તાલીમ લઈ રહ્યાં છે હાલ અહીં સવાર અને સાંજ એમ બે સમય ખેલાડીઓ ને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અહીં હાલ ૮૬ જેટલા ખેલાડીઓ તાલીમ લઇ રહ્યાં છે આમતો ભાવનગર યુનિવર્સીટીમાં હોકી ની ટિમ છે પરંતુ તેમના માટે કોઈ મેદાન હતું નહીં અને જ્યાં સ્થળ મળે ત્યાં અગર તો ક્રિકેટના મેદાન માં તેની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી તેમ છતાં અંતિમ દેશ લેવલે નામના મેળવતી હતી પરંતુ હવે ખાસ મેદાનની સુવિધા ઉભી થતા  અહીં સારી એવી ટિમ તૈયાર થશે તેમ મનાઈ રહ્યં છે અહીં ખેલાડીઓ ઓ પ્રેક્ટિસ કરીને હવે રાજ્ય અને દેશની ટિમ માં પણ જોડાઈ શકે છે તેવો દાવો ભાવનગર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ ના નિયામક એ કર્યો છે.

Previous articleરાજ્યકક્ષાની હોમગાર્ડ બેઝિક તાલીમમાં બાબરાનું યુનિટ પ્રથમ
Next articleચોરી કરેલો સામાન વેચવા જતા આરોપીને પોલીસે ઉઠાવી લીધો