અજય દેવગનની ફિલ્મ દે દે પ્યાર દે શુક્રવારે રિલિઝ થશે

795

બોલિવુડના લોકપ્રિય સ્ટાર અભિનેતા અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત અભિનિત ફિલ્મ દે દે પ્યાર દે ફિલ્મ આવતીકાલે રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતીકાલે રજૂ કરવામાં આવનાર છે. લવ રંજન દ્વારા પટકથા લખવામા ંઆવેલી આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનુ નિર્દેશન અકીવ અલી દ્વારા કરવામાં આવ્યુ છે. નિર્માણ ભુષાણ કુમાર દ્વારા કરવામા ંઆવ્યુ છે. આ ફિલ્મ મધ્યમ વયના એક પુરૂષ પર આધારિત ફિલ્મ છે. જેમાં તે તેના કરતા અડધા વયની યુવતિ સાથે લગ્ન કરે છે. ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો  છે. ટ્રેલરમાં આલોકનાથ પણ નજરે પડે છે. જેમને લઇને ભારતમાં મી ટુ અભિયાન જારી છે. તેમના પર શોષણને લઇને ફરિયાદ થઇ ચુકી છે. તેમને લઇને ખુબ વિવાદ થયો છે. હવે રજૂઆત પહેલા ફિલ્મને સેન્સર બોર્ડ પાસેથી યુએ સર્ટિફિકેટ મળી ગયુ છે. બોર્ડે ફિલ્મમાં ત્રણ ફેરફાર કર્યા છે. એ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બોર્ડ દ્વારા સુચન કરવામા ંઆવ્યુ છે કે વુડ્ડી શરાબન ગીતમાં રકુલના હાથમાં શરાબની બોટલ નજરે પડે છે જેથી તેને દુર કરીને ફ્લાવર બુકે રીપ્લેસ કરી શકાય છે. આ ઉપરાંત ફિલ્મના બે ડાયલોગ મામલે પણ ટકોર કરી છે. દે દે પ્યાર દે ફિલ્મ સાથે સંબંધિત પ્રી પ્રોડક્શનની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૧૭માં કરવામાં આવી હતી. ૧૯મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે ફિલ્મ સાથે સંબંધિત પ્રિન્સાપલ ફોટોગ્રાફી શરૂ કરવામાં આવી હતી.અમાલ મલિક દ્વારા ફિલ્મમાં સંગીત આપવામાં આવ્યુ છે. પહેલા ફિલ્મને ૧૫મા માર્ચના દિવસે રજૂ કરવાની યોજના હતી પરંતુ મોડેથી તેના કાર્યક્રમમાં કેટલાક કારણસર ફેરફાર કરવામાં આવ્યા હતા. અજય દેવગનની જ ફિલ્મ ટોટલ ધમાલ સાથે ફિલ્મની સ્પર્ધાને રોકવા માટે તારીખ બદલી દેવામાં આવી હતી. હવે ફિલ્મ ૧૭મી મે ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  છુટાછેડા લઇ ચુકેલા ૫૦ વર્ષના એક પુરૂષ ૨૬ વર્ષની યુવતિના પ્રેમમાં પડે છે. અંધાધુંધીની શરૂઆત એ વખતે થાય છે જ્યારે તે પૂર્વ પત્નિ સહિત પરિવારના સભ્યોને મળાવે  છે. ફિલ્મમાં અજય દેવગન આશીશ મહેરાની ભૂમિકામાં છે. જ્યારે તબ્બુ મંજુ રાવના રોલમાં છે. આવી જ રીતે રકુલ આયશા ખુરાનાના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે. જે તમામ લોકોને પસંદ પડશે. તેમ માનવામાં આવે છે. ફિલ્મને લઇ ચાહકો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ફિલ્મ સરેરાશ સફળ રહી શકે છે.

Previous articleસિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મોને લઇને ઘણી દુવિધા
Next articleઅજય દેવગણ ફરી સંજય દત્ત સાથે ચમકશે