પંતને કેમ નથી મળ્યું WC ટીમમાં સ્થાન ? કેપ્ટન કોહલીનો મોટો ખુલાસો

606

ક્રિકેટના મહાકુંભ આઇસીસી વર્લ્ડ કપ શરૂ થવામાં ગણતરીના દિવસો જ રહ્યા છે. જોકે વર્લ્ડ કપ પહેલાં ટીમના ખેલાડીઓની પસંદગી મામલે દિગ્ગજ ખેલાડીઓમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. હાલમાં સૌથી વધારે ચર્ચા ઋષભ પંત મામલે થઈ રહી છે. સુનિલ ગાવસ્કરથી માંડીને સૌરવ ગાંગુલીએ ઋષભ પંતના પક્ષમાં પોતાનો મત વ્યક્ત કર્યો છે. જોકે આ પરિસ્થિતિમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પંતને ટીમમાં શું કામ સ્થાન નથી મળ્યું એ વાતનો ખુલાસો કર્યો છે.

વિરાટ કોહલીએ કહ્યું છે કે દબાણની પરિસ્થિતિમાં દિનેશ કાર્તિકે સંયમ દેખાડ્‌યો. ટીમ મેનેજમેન્ટમાં બધા લોકો કાર્તિકની આ ખાસિયતથી વાકેફ છે.દિનેશ પાસે અનુભવ છે. ભગવાન કરે, જો મહેન્દ્ર સિંહ ધોનીને કંઈક થઈ જાય તો સ્ટમ્પની પાછળ કાર્તિક ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે. આ મુખ્ય કારણોસર પંતની જગ્યાએ દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે.

વિરાટ કોહલીએ આ સિવાય જણાવ્યું છે કે સિનિયર ખેલાડી ધોનીની હાજરીથી ભારતીય ટીમ અનુભવના મામલે અન્ય ટીમો કરતાં વધારે શક્તિશાળી બની જાય છે. ધોની હંમેશાં ટીમના હિતનું વિચારે છે. તેની પાસે જે અનુભવ છે તે વિશ્વની અન્ય ટીમોના ખેલાડીઓ પાસે નથી. તે અત્યંત સ્માર્ટ ખેલાડી છે અને સ્ટમ્પ પાછળ તે અનમોલ છે. તેની હાજરીના કારણે મને ઘણી બાબતોનો અમલ કરવાની સ્વતંત્રતા મળે છે. ધોની જેવો ખેલાડી જો ટીમમાં હોય તો તેના અનુભવના આધારે ટીમને ચાર ચાંદ લાગી જાય છે. ધોની અને રોહિત શર્મા બંને શાનદાર ક્રિકેટર છે અને તેઓ પોતાની જવાબદારી ખૂબીથી નિભાવે છે.

Previous articleઅજય દેવગણ ફરી સંજય દત્ત સાથે ચમકશે
Next articleવોર્નર અને રસેલ સામે બૉલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર