ભાવનગર યુનિ. દ્વારા યોજાયેલ સમર કેમ્પનું થયેલું સમાપન

1195

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત, સંલગ્ન કોલેજોના વિદ્યાર્થી ખેલાડીઓ માટે તેમજ સ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટેના સમર કેમ્પનું આયોજન તા.૨૯-૦૪-૧૯ થી તા.૧૫-૦૫-૧૯ દરમ્યાન યુનિવર્સિટી ગ્રાઉન્ડ તેમજ સિડફાર્મ ગ્રાઉન્ટ ખાતે કરવામાં આવેલ. જેમાં ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, જુડો, યોગાસન, હોકી તથા કબ્બડીનું આયોજન કરવામાં આવેલ. સમર કેમ્પ આયોજન દરમ્યાન ૪૦૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. સમર કેમ્પનું રમત ગમતના ડિસ્ટ્રીક્ટ એસોસિએશનના સહકારથી આયોજન કરવામાં આવેલ. દરેક રમતનાં નિષ્ણાંત કોચિઝ દ્વારા તમામ ખેલાડી ભાઇઓ તથા બહેનોને તાલીમ આપવામાં આવેલ. તા.૧૫-૦૫-૧૯ના રોજ પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આર.જે.જાડેજા, ડીન એન્ડ ડાયરેકટર, લકુલીશ યોગ યુનિવર્સિટીના તેમજ કુલસચિવ ડા.કે.એલ.ભટ્ટ, તેમજ યુનિવર્સિટીના કોર્ટ સભ્ય વિવિધ બોર્ડના સદસ્ય, વિવિધ કોલેજના આચાર્યો, તેમજ શેઠ એચ.જે.લો. કોલેજના આચાર્ય ડા.જે.એ.પંડ્યા હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ. અતિથિ વિશેષ તરીકે પથિક મહેતા ઇન્ટર નેશનલ ટેબલ ટેનિસ પ્લેયર, મૂળરાજસિંહ ચુડાસમા, મેચ કમિશ્નર, ઓલ ઇન્ડીયા ફુટબોલ એસોસીએશન, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા રણજી ટ્રોફી પ્લેયર, તેમજ નિશાંત ભટ્ટ સુપ્રિટેન્ડન્ટ કસ્ટમસ એન્ડ સીજીએસટી, ઇન્ટર નેશનલ જુડો પ્લેયર હાજર રહેલ હતા. ૯ ઇવેન્ટના કોચિઝ, વિવિધ એસોસીએશનના હોદ્દેદારો, શારીરીક શિક્ષણના વ્યાખ્યાતા હાજર રહેલા હતા. સમર કેમ્પમાં ભાગ લીધેલ વિદ્યાર્થી ખેલાડીઓને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ ૨૦ કોચને સ્મૃતિ ચિહ્ન અને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ કુલસચિવ ડા.ભાવેશ જાનીએ કરેલ હતું.

Previous articleચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લેતી ગારિયાધાર પોલીસ
Next articleરાજપરા નજીક અકસ્માત : એક નુ મોત એક ગંભીર