બુલેટ ટ્રેન માટે ૧૩ અધિકારીની ભરતી કરી જાપાન મોકલાશે

649

અમદાવાદ – મુંબઈ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) માટે કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૧૩ મિડલ લેવલ મેન્જમેન્ટની જગ્યાએ પસંદ થનારા કર્મચારીને તાલીમ માટે જાપાન મોકલાશે. એ પછી અન્ય ભરતી કરી વડોદરા તાલીમ આપશે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસી) ના અધિકારીએ જણાવ્યું કે, બુલેટ ટ્રેન સંચાલન, સ્ટેશન ઓપરેશન, રોલિંગ સ્ટોક (કોચ), સિગ્નલિંગ અને ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રિક, ટ્રેક અધિકારી જેવા હોદ્દા માટે ભરતી કરાશે. આ ભરતી માટે વધુ માહિતી એનએચએસ આરસીની વેબસાઈટ ુુુ.હરજષ્ઠિઙ્મ.ૈહ પર જોઈ શકાશે. કર્મચારી માટે એન્જિનિયરિંગની ડિગ્રી અને જાપાની ભાષાના જ્ઞાનને પ્રાથમિકતા આપવામાં આવશે.

એનએચએસઆરસીએલ ચાલુ નાણાંકીય વર્ષમાં બુલેટ ટ્રેન ચલાવવા ૨૮ પાઈલટની ભરતી કરશે. આગામી નાણાકીય વર્ષમાં બુલેટ ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે વધુ ૩૦ અધિકારીની ભરતી કરાશે.

જાપાનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ૫૦૮ કિલોમીટર લાંબા ૃઅમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૪૦૦૦ જેટલા કર્મચારીઓની જરૂર પડશે. જેમાં લોકોમોટિવ પાઈલટ, ગાર્ડ, સ્ટેશન સ્ટાફ, ઓપરેશન કંટ્રોલ કર્મચારીઓ, સિગ્નલ મેન્ટેનર, ઇલેક્ટ્રિક સ્ટાફ સહિત અન્ય વિભાગમાં કર્મચારીઓની તબક્કાવાર ભરતી કરવામાં આવશે.

 

Previous articleઆઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯ઃ સંપૂર્ણ કાર્યક્રમ
Next articleકારનું સ્ટીયરીંગ લોક જઇ જતાં અકસ્માત, બેનાં મોત