બસમાં મુસાફરની ભૂલાઇ ગયેલી બેગ મહુવા એસ.ટી. કર્મચારીએ પરત આપી

744

મહુવા એસટી ડેપોના કર્મચારી મિલન બારોટે જાફરાબાદના સફરઅલી બરકતઅલી હંસનાનીનો પરિવાર ભાવગનર જવા રાત્રે મહુવાથી ગાંધીનગર વાળી એસ.ટી.માં ઉતાવળે તેની કિંમતી બેગ ભૂલી ગયેલ જે બેગ મહુવા એસ.ટી. ડેપોના કર્મચારી મિલનભાઇ બારોટ સાથે મહુવા એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા જયેશભાઇ બારોટે સાચવી રાખેલ જે સફરઅલી બરકતઅલી ભાઇને ભાવનગર ઉતર્યા પછી ખબર પડી કે આપડી કિંમતી બેગ તો મહુવા રહી ગઇ છે. રાત્રીએ મહુવા એસ.ટી.નો સંપર્ક ન થાત આખરે રહી શહી આશાઓ નીકળી ગઇ પણ સવારે ભાવનગરથી પરત ફરતા સફરભાઇ મહુવા એસ.ટી. ડેપોમાં આ વાતની જાણ કરી કે રાત્રીએ મારી બેગ અહીં ભૂલાઇ ગઇ છે. જો કોઇને મળી હોય જો કોઇ બીજા પેસેન્જરના હાથમાં આવી ગઇ હોય તો મારી બેગ પરત નહીં આવે પણ ત્યાં તો મિલન બારોટ અને જયેશ બારોટે સફરભાઇ પાસે ખાત્રી કરવા બેગમાં શું છે નિશાની આપો અને નિશાની આપતા મિલનભાઇએ બેગ લઇ આવી સફરભાઇ ને પરત આપતા માનવતાની મહેક પ્રસરી જવા પામી આ બાબતે રાજુલા બારોટ સમાજ તેમજ એસ.ટી. વિભાગે મિલનભાઇ બારોટને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleતા.૨૦-૦૫-ર૦૧૯ થી ૨૬-૦૫-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક  રાશી ભવિષ્ય
Next articleવોડા-કાઇ કરાટે સ્પર્ધા તેમજ કાતા પ્રશિક્ષણ શિબિર સંપન્ન