સિહોર સુરકા દરવાજા પાસે ટ્રકનો અકસ્માત

1178

આજરોજ સવારે અંદાજે ૯ વાગ્યા આસપાસ ટાણા રોડ કહેવાતા વિસ્તારમાં એક મહાકાય ટ્રક નં.જીજે૦૪-એક્સ-૮૨૪૪ લીલાપીરનો ઢાળ માંથી પસાર થતો હતો ત્યારે અચાનક ટ્રકની બ્રેક ફેલ થતા આ ટ્રક સુરકા દરવાજા પાસે આવેલ મંદિર ની દીવાલ તોડી ઘુસી ગયો હતો.

શિહોર શહેરના લીલાપીર વિસ્તારનો જે ઢાળ છે ત્યાંથી દિવસભર અસંખ્ય વાહનો પસાર થાય છે ત્યારે આ રોડ છેક તળાજા સુધી જતો હોય વાહનવ્યહર પણ વધારે રહેતો હોવાથી અને આ ડુંગરાળ વિસ્તાર હોવાથી ખૂબ જ સાવચેતી થી વાહનો ચલાવવા પડેછે અને આ રોડ ની બન્ને સાઇડ રહેણાંકી વિસ્તાર હોય નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો ની અહીં આવન જાવન રહેછે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ રોડને બાયપાસ બનાવવા માંગ ઉઠવા પામેલ છે..

આજરોજ સવારના વહેલા એક ટ્રક માલ ભરીને લીલાપીર વિસ્તારનો ઢાળ ઉતારી રહ્યો હતો ત્યારે અચાનક બ્રેક ફેઈલ થઈ જતા નાસભાગ થવા પામેલ.. પરંતુ ડ્રાઈવરની કુશળતાને કારણે મોટી દુર્ઘટના બનતા અટકી ગયેલ છે આ ટ્રક ઢાળના હિસાબે અને બ્રેક ફેઈલ થવાના કારણે સ્પીડ પણ પકડેલા પરંતુ શોરબકોર અને ભાગો ભાગો ના અવાજથી લોકો ભાગેલ અને આ ટ્રક સુરકાના ડેલા પાસે આવેલ મસણી મેલડી માના મંદિરની દીવાલ ઉપર ઝાડવું તોડીને ઘુસી જતા અટકી ગયેલ જોકે આ દુર્ઘટનાને કારણે કોઈ જાનહાની થવા પામેલ નથી.પરંતુ વાહન તથા મંદિર ને મોટું નુકસાન થવા પામેલ હતું.  મારવા વાળા કરતા બચાવવા વાળો હજાર હાથ વાળો બેઠો છે…તે કહેવત અહીં સાર્થક થઈ હતી.

Previous articleવોડા-કાઇ કરાટે સ્પર્ધા તેમજ કાતા પ્રશિક્ષણ શિબિર સંપન્ન
Next articleભાગવત કથા અને સંતોનો સંગ આપણા અજ્ઞાનનો નાશ કરે છે – વિશ્વાનંદમયી