કુંભારવાડા શાળાનાં વિદ્યાર્થીઓનો ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ

0
414

ચેસ પ્લેયર એસોસીએશન ભાવનગર દ્વારા ઓપન ભાવનગર ડીસ્ટ્રીક્ટ અન્ડર ૧૫ ચેસ ટુર્નામેન્ટ ૨૦૧૯ કાળીયાબીડમાં આવેલ શારથી વિદ્યા સંકુલમાં આયોજન કરવામાં આવેલ જેમાં આશરે ૫૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં સમગ્ર સરકારી શાળાઓમાંથી ફક્ત શાળાનં.૫૨ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ ટુર્નામેન્ટના આયોજકો તરફથી ચેરમાં સરકારી શાળાના બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી શાળાનં.૫૨ ના ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને એન્ટ્રી ફી ૨૦૦ અને ૧૫૦ રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપેલ. શાળાના ચેસના માર્ગદર્શક શિક્ષક ભગીરથભાઇ દાણીધારિયા બાળકો માટે પોત્સાહન પુરું પાડેલ. આ તમામ વિદ્યાર્થીઓને ચેરમેન નિલેશભાઇ રાવલ, શાસનાધિકારી યોગેશભાઇ ભટ્ટ, પ્રભારી કમલેશભાઇ ઉલ્વા અને શાળાના આચાર્ય ઝુબેરભાઇ કાઝીએ શુભેચ્છા પાઠવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here